છેલ્લા કિરણને ભાળી લઉં
Nov 07
ગઝલ Comments Off on છેલ્લા કિરણને ભાળી લઉં
છેલ્લા કિરણને ભાળી લઉં આંખો ભરી ભરી
પાંપણને પછી ઢાળી લઉં આંખો ભરી ભરી
આ આપણી ઉદાર ને રમણીય પૃથ્વીને
રાજી કરું સંભાળી લઉં આંખો ભરી ભરી
આંજણની સાથ ક્યાંક તો કણું પડ્યું હશે
હળવેથી એ પલાળી લઉં આંખો ભરી ભરી
– મકરન્દ દવે
સ્વર :અમર ભટ્ટ
સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ