આજ રિસાઈ અકારણ રાધા…
May 26
ગીત, સંગીત સુધા Comments Off on આજ રિસાઈ અકારણ રાધા…
આજ રિસાઈ અકારણ રાધા…
આજ રિસાઈ અકારણ
બોલકણી એ મૂંગી થઇ ને
મૂંગું એનું મારણ
મોરલીના સૂર છેડે માધવ
વિધ વિધ રીતે મનાવે
નીલ-ભૂરા નીજ મોરપિંછને
ગોરા ગાલ લગાવે
આજ જવાને કોઇ બહાને
નેણથી નીતરે શ્રાવણ
છાની છેડ કરે છોગાળો
જાય વળી સંતાઈ
તોય ન રીઝે રાધા કહાનનું
કાળજું જાય કંતાઈ
થાય રે આજે શામળિયાને
અંતરમાં અકળામણ
રાધા આજ રિસાઈ અકારણ
આજ રીસાઇ અકારણ
રાધા… આજ રિસાઈ અકારણ
-સુરેશ દલાલ
સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિઆ