જિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે
Aug 02
ગઝલ Comments Off on જિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે
જિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે,
જીવવા માટે જ એ સાચા અનુભવ થાય છે.
નોંધ રાખો આવતી પેઢીને પણ ખપ લાગશે,
વાટમાં જે કંઈ ખરા ખોટા અનુભવ થાય છે !
સામી છાતીના પ્રહારોમાં નથી સરખાપણું,
પીઠ પાછળનાં બધાં સરખાં અનુભવ થાય છે.
બાલુની વિઘ્નો વિષેની ધારણા ખોટી પડી,
મિત્ર ઓછા હોય તો ઓછા અનુભવ થાય છે
– બાલુભાઈ પટેલ
સ્વર: આશિત દેસાઈ
સ્વરાંકન : તલત અઝીઝ અને અસદ અલી