કોણ વરસાદનું કદ જુએ છે ?

Comments Off on કોણ વરસાદનું કદ જુએ છે ?

 

રમેશ પારેખ
 
wonderplugin_audio id=”169″
 

 

Click the link below to download
 

Kon Varsad Nu Kad Juve Chhe.mp3

 
કોણ વરસાદનું કદ જુએ છે ?   કોણ છાંટાના   નિરખે ઠઠારા ?
કોણ જુએ છે રેલાની દાનત ? કોણ   જાણે  છે ઝીણા મૂંઝારા ?

આ તે ચોમાસું છે કે જુલમ છે ? અમને વાગે છે  ઘોંઘાટ વસમો ,
પડતો વરસાદ દાંડીની પેઠે : થઇ જતા સર્વ   માણસ  નગારાં !

એક   વરસાદના   અર્થ   થાતાં   છાપરે   છાપરે  સાવ   નોખા,
ક્યાંક કહેવાય  એને  અડપલાં  ક્યાંક   કહેવાય એને  તિખારા .

હોત  એવી  ખબર  કે  છે આ તો માત્ર છાંટા, નથી કોઈ નાણું,
તો તો  વરસાદથી આવી  રીતે વ્યર્થ ભરીએ શું કરવા પટારા ?

આવે  છાંટા  બુકાનીઓ  બાંધી, આવે  વાછંટ તલવાર લઈને
છે  કયો  દલ્લો  મારી  કને  કે  ધાડ   પાડ્યા   કરે   છે  લૂંટારા ?

મારી  રોકડ  મૂડીમાં  તો કેવળ એક ‘ર’ છે, ને ‘મેં’ છે, ને ‘શ’ છે,
બાકી વરસાદના  નામે  લખીએ  આમ હૂંડી, ને કરીએ ગુજારા

– રમેશ પારેખ

સ્વર : ઓસમાન મીર

સાવ માણસની જાત !

Comments Off on સાવ માણસની જાત !

 

મુકેશ જોષી
 

કવિશ્રી મુકેશ જોષી વિષે વધુ વાંચવા click કરો : મુકેશ જોષી

 
wonderplugin_audio id=”167″
 

Click the link below to download

Kaglna Jevi.mp3

 

કાગળના જેવી ઉધાઇ ગઈ રે, સાવ માણસની જાત !
અંદરથી આખી ખવાઈ ગઈ રે, સાવ માણસની જાત !

તેજના લિસોટા શો માણસ ને
માણસ આ અંધારા ચગળે છે કેમ ?
ચશ્માંની જેમ એણે દ્દ્ષ્ટિ ઉતારી ને
આંખોમાં અન્જેલો વ્હેમ !
કોની તે નજરે નજરાઈ ગઈ રે ? સાવ માણસની જાત !

ભીતરમાં ભેજ તણા ઢગલાઓ થાય
છતાં, માણસને એની દરકાર નહીં,
હૈયામાં ટળવળતી સારપની વસ્તીને
સાચવવા કોઈ સરકાર નહીં?
કુદરતની આંખો ડઘાઈ ગઈ રે , સાવ માણસની જાત !

– મુકેશ જોષી

સ્વર : શ્યામલ – સૌમિલ મુનશી

સ્વરાંકન : શ્યામલ – સૌમિલ મુનશી

 
 

 
 

કોરા કાગળ પર

Comments Off on કોરા કાગળ પર


ભરત વિંઝુડા
 

 

કવિશ્રી ભરત વિંઝુડા વિષે વધુ વાંચવા click કરો : ભરત વિંઝુડા

 
wonderplugin_audio id=”166″
 

 
Click the link below to download
 
Kora Kagal Par Liti Dore Sakhi.mp3
 

કોરા  કાગળ  પર લીટી દોરે સખી
ને  અમે  એ  માપની  પંક્તિ  લખી

ચીતરે  કંઇ  એમ  એનો  એક હાથ
જેમ  ઝુલે   વૃક્ષની   એક  ડાળખી

આંખ  ખોલું  તો  મને  દેખાય  એ
એ  કે  જેને   મેં   હ્દયથી    નીરખી

એક વાદળ એમ  ચાલ્યું   જાય  છે
આભમાં જાણે કે જળની  પાલખી

કેમ   પાણીમાંથી     છુટું    પાડવું
એક   આંસુના  ટીપાંને  ઓળખી

-ભરત વિંઝુડા

સ્વર – સંગીત : ડો. ભરત પટેલ

 

 
 

તારી હથેળીને દરિયો માનીને

Comments Off on તારી હથેળીને દરિયો માનીને

 

તુષાર શુકલ
 

wonderplugin_audio id=”165″
 

 

Click the link below to download
 
Tari Hatheli Ne Dariyo Mani Ne.mp3
 

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.
ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.

તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.
કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.

તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

કવિ : તુષાર શુકલ,

સ્વર : શ્યામલ મુન્શી

 
 

 
 

માણસ અંતે ચાહવા જેવો

Comments Off on માણસ અંતે ચાહવા જેવો

 

શ્યામલ – સૌમિલ મુનશી
 

કવિ શ્રી સુરેશ દલાલ વિષે વધુ વાંચવા માટે click કરો : સુરેશ દલાલ
 
શ્યામલ – સૌમિલ મુનશી વિષે વધુ વાંચવા માટે click કરો : શ્યામલ – સૌમિલ મુનશી

 
wonderplugin_audio id=”164″
 

 
Click the link below to download

 
Manas Ante Chava Jevo.mp3

 

ના, ના, નહીં ધિક્કારવા જેવો ,
માણસ અંતે ચાહવા જેવો .
ખૂણા-ખાંચા હોય છતાંયે,
માણસ એ તો મન મૂકીને ગીત ગઝલમાં ગાવા જેવો ,
માણસ અંતે ચાહવા જેવો .

હિમશિખાની શાતા જેવો , વડવાનલ કે લાવા જેવો,
અવસર માતમ લ્હાવા જેવો,
અંત વિનાના પ્રશ્નો પૂછે , કેવો માણસ? માણસ કેવો ?
માણસ તો માણસના જેવો ,
જેવો તેવો હોય છતાંયે સાચા દિલની વાહ વાહ જેવો ,
માણસ અંતે ચાહવા જેવો

– ડો સુરેશ દલાલ

સ્વર : સૌમિલ મુનશી

સ્વરાંકન : શ્યામલ – સૌમિલ

 

 


 
 

Newer Entries

@Amit Trivedi