બસ એટલી સમજ મને પરવરદિગાર દે

Comments Off on બસ એટલી સમજ મને પરવરદિગાર દે

 

 

બસ   એટલી   સમજ   મને પરવરદિગાર દે,
સુખ    જ્યારે જ્યાં  મળે, બધાના વિચાર દે.

માની   લીધું   કે  પ્રેમની  કોઈ     દવા  નથી,
જીવનના   દર્દની   તો    કોઈ   સારવાર   દે.

ચાહ્યું   બીજું   બધું  તે   ખુદાએ   મને દીધું,
એ   શું   કે   તારા   માટે   ફક્ત ઈન્તજાર દે.

આવીને    આંગળીમાં    ટકોરા   રહી ગયા,
સંકોચ   આટલો  ન  કોઈ   બંધ   દ્વાર   દે.

પીઠામાં   મારું  માન  સતત  હાજરીથી  છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

નવરાશ  છે   હવે   જરા   સરખામણી કરું,
કેવો  હતો   અસલ   હું, મને  એ  ચિતાર દે.

તે  બાદ  માંગ  મારી     બધીયે    સ્વતંત્રતા,
પહેલાં  જરાક   તારી   ઉપર. ઈખ્તિયાર  દે.

આ   નાનાં-નાનાં   દર્દ તો થાતાં નથી સહન,
દે    એક   મહાન. દર્દ   અને  પારાવાર    દે.

સૌ પથ્થરોના બોજ  તો ઊંચકી લીધા અમે,
અમનેે. નમાવવા   હો  તો  ફૂલોનો   ભાર  દે.

દુનિયામા   કંઇકનો   હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું   બધાનું   દેણ   જો અલ્લાહ ઉધાર દે.

– મરીઝ

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

પાનખરની શુષ્ક્તા

Comments Off on પાનખરની શુષ્ક્તા

 

 

પાનખરની   શુષ્ક્તા  પથરાય   આસપાસ
પાંપણે તારું સ્મરણ. છલકાય  આસપાસ

સ્વપ્નમાં   ચીતરી   રહું  લીલાશને   હજી
ત્યાં ખરે તુજ નામના ટહુકાઓ આસપાસ

છાલકો    પગરવ   તણી વાગે છે ક્યારની
ધારણા  રેતી  બની   પથરાય   આસપાસ

દર્પણો      ફૂટી   ગયા     સંબંધનાં    હવે
ને  પછી  ચેહેરા  બધા  તરડાય આસપાસ

પાનખરની  શુષ્ક્તા   પથરાય.ય આસપાસ
પાંપણે  તારું  સ્મરણ છલકાય આસપાસ

– વિહાર મજમુદાર

સ્વર :ગાર્ગી વોરા

ટોચ પર છો ના ચડાયું!

Comments Off on ટોચ પર છો ના ચડાયું!

આસ્વાદ

 

 

ટોચ   પર   છો ના ચડાયું!
સુખ     તળેટીમાં   સમાયું.

દોસ્ત, તારું વ્હાલ પણ કાં
આજ    લાગે   ઓરમાયું?

લાગણી  સામું   જુએ   છે,
જાણે  બાળક  હો  નમાયું!

સૂર્ય   સામે    શબ્દ    મૂકો,
તેજ    નીકળશે     સવાયું!

આ  કવિતા  છે  બીજું  શું?
એકલો           વિચારવાયુ.

જિંદગીની         ભરબજારે
શ્વાસનું   ખિસ્સું      કપાયું!

–  હિમલ પંડ્યા

સ્વર : ગાર્ગી વોરા

સ્વરાંકન : ડો ભરત પટેલ

આસ્વાદ : ગુણવંત ઉપાધ્યાય

Newer Entries

@Amit Trivedi