હાથને ચીરો તો

Comments Off on હાથને ચીરો તો





હાથને   ચીરો    તો     ગંગા    નીકળે
છેવટે    એ   વાત    અફવા    નીકળે.

બોમ્બની માફક  પડે  કાયમ   સવાર
એ  જ   કચ્ચરઘાણ   ઘટના   નીકળે.

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી  તપાસ,
ભોંયરાઓ એના ક્યાં   ક્યાં   નીકળે.

એ   શું    ક્બ્રસ્તાનનું     ષડયંત્ર   છે?
મુઠ્ઠીઓ   ખૂલે   તે     મડદાં    નીકળે.

દાબડીમાં   એક  માણસ   બંધ  હોય
ઢાંકણું    ખોલો    તો   લાવા   નીકળે.

માર્ગમાં   આવે    છે   મૃત્યુની   પરબ
જ્યાં   થઇ   હરએક    રસ્તા   નીકળે.

ર..  નીરંતર  ..મેશ-  માં  સબડે   અને
સુર્ય   પણ   નીકળે  તો  કાળા નીકળે.

– રમેશ પારેખ

સ્વર :  આશિત દેસાઈ, હેમા દેસાઇ

સ્વરાંકન : આશિત દેસાઈ

… તો ચાલશે

Comments Off on … તો ચાલશે





સાવ  નાનું   ઘર  હશે  તો   ચાલશે
મોકળું    ભીતર   હશે  તો   ચાલશે

બીજાની તકલીફ પણ સમજી જવા
એટલું   ભણતર  હશે    તો  ચાલશે

હાથ   લંબાવું   અને  તું   હોય ત્યાં
એટલું   અંતર    હશે    તો  ચાલશે

પ્રાણ  પૂરવાનું   છે   મારા  હાથમાં
એ  ભલે   પથ્થર  હશે  તો  ચાલશે

  • હેમાંગ જોશી

સ્વર : દૈવેશ દવે
સ્વરાંકન : દૈવેશ દવે

વાંધો છે કંઈ?

Comments Off on વાંધો છે કંઈ?

 

અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

આજે સ્હેજ છાતીની અંદર શું દુઃખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે

એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં
વાંધો છે કંઈ ?

સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે. જઈ બેઠી જે –

એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને. એમાં વાંધો છે કંઈ

જ્યારે પણ ઉપસી આવે છે લમણાંની કોઈ નસ તો એનો સ્પર્શ. હંમેશા હોય છે હાજર

વ્હાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું તો તમને એમાં. વાંધો છે કંઈ?

જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો
હે શ્રૌતાજન ! નમન આપની રસવૃત્તિને –

કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જડશે
પાણીદાર રહસ્યો

એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

કબીર નરસિંહ મીરાં નામે ખળખળતી એક નદી આપની અંદર વ્હેતી મેં ભાળી છે

સ્હેજ આપની પડખે બેસી હું ય જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

  • સંજુ વાળા

સ્વર : ડો ભરત પટેલ
સ્વરાંકન : ડૉ ભરત પટેલ

બત્તી કરુને

Comments Off on બત્તી કરુને

ને બર્ફ  જેમ  ઓગળી    શકાય   પણ   નહીં
મારામાં કોઈ   થઈ   ગયું છે   આરપાર   ગુમ

ઘ  ર ભુલભુલામણી   છે   પુરાતન    મહેલની
અંદર   પ્રવેશ   આપીને   થઈ જાય દ્વાર ગુમ

બત્તી    કરુને    જેમ    થતો    અંધકાર   ગુમ
ક્યાં    એમ   થઈ  છે   તમારો   વિચાર   ગુમ

પાદરનાં પથ્થરોને  હજુ   પણ     પૂછ્યા   કરું
કે ક્યાં  થઈ  ગયો   છે  એ    ઘોડેસવાર  ગુમ

દેખાય જો મને   તો    સલામત     રહે  નહીં
તેથી જ થઈ ગયો છે  આ  પરવરદિગાર  ગુમ.

  • અરવિંદ ભટ્ટ

સ્વર : ડો ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ    

Read more

શ્રાવણનાં મેળામાં

Comments Off on શ્રાવણનાં મેળામાં

 

શ્રાવણનાં મેળામાં નજર્યુંનાં સરવરીયે વરસીને મન ભીનું કીધું,
એક એક ફોરામાં પ્રીતનો અમલ હતો, ચેન ખોયું ને ઘેન લીધું.

વ્હાલપ વાગે મારા હૈયામાં એવી કે હૈયામાં સોંસરી વિંધાણી,
મેડીથી ઘેર જવું લાગતુ’તુ આકરું, સૈયરથી ખોટું રિસાણી;
ડગમગતા પગલે ઘેર પહોંચી છું જેમ તેમ, એવું તે દુ:ખ એણે દીધું.

ઓરડાનું બારણું આડું કરીને જરી ઢોલીયાને કાયા તે સોંપી,
ફૂલની સુવાસ જેવા મઘમઘતા સોણલાએ લાડ કરી લાગણીને પોંખી;
મલકી કે પલકી ના પાંપણ સૈ રાતભર, રાતુ પ્રભાત ઉગ્યું સીધું.

-ધનજીભાઈ પટેલ

સ્વર : નિશા કાપડિયા
સ્વરાંકન : સોલી કાપડિયા

Older Entries Newer Entries

@Amit Trivedi