અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો ?

Comments Off on અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો ?

 

 

અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો ?
એમાં શું પડી ગઈ ધાડ ,
તમારી નજર જો પડી જાય ઘાસમાં,
તો તરણું પણ બની જાય પહાડ

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે ,
ને એમ દિવસો ગણતા કે હાજી કેટલાં ?
ને તમે દિધાં સંભારણાના પરદા ઊંચકાય નહીં ,
આંખોમાં થાક હજી એટલા..
અરીસાનાં ફૂટવાથી ચહેરો ફૂટે નહીં ,
ખોટાં છે કાચના કમાડ …

અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા,
પડતર જમીનનાં વેરાણ ,
તમે આવળનાં ફૂલ સમું એવું જોતાંકે ,
સૂકી ડાળખીને ફૂટી જાય પાન ..
છણકાની છાલકથી જાશે તણાઈ,
તમે બાંધેલી ઉંબરાની વાડ

– અનિલ જોશી

સ્વર : સંજય ઓઝા

ગુરુ ચરણોની હું રજકણ છું

Comments Off on ગુરુ ચરણોની હું રજકણ છું

 

 

ગુરુ ચરણોની હું રજકણ છું
ગુરુગોવિન્દ વિના કોઈ સીધી
ઝીલે ન છાયા એ દલદલ છું
ગુરુ ચરણોની હું રજકણ છું

ચાલુ હું તમને સથવારે
બાંધેલી લયના અણસારે
તાલ ચૂકી ને તૂટી પડેલું
ગીત ગંગાનું હું આભૂષણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું

જ્યોતિ જેમ જલું અંધારે
અજવાળે અટવાવું મારે
તેજ તિમિરના તાણે વાણે
ગૂંચવાયેલું ચંદ્ર કિરણ છું
ગુરુ ચરણોની હું રજકણ છુ.

દુનિયા એક અધૂરું સપનું
ધન તો ચાર દિવસના ખપનું
ઘરથી ઘાટ સુધીના પંથે
પલ બે પલનું આકષઁણ છું.
ગુરુ ચરણોની હું રજકણ છું.

– કાંતિ અશોક

અમર સદા અવિનાશ

Comments Off on અમર સદા અવિનાશ

 

 

અમર સદા અવિનાશ

૧. અચકો મચકો કારેલી
૨. અમે અમદાવાદી
૩. છાનું ને છપનું કંઈ થાય નહીં
૪. હુ તુ તુ તુ જામી રમતની ઋતુ
૫. કહું છું જવાની ને પાછી વળી જા
૬. કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી
૭. માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો
૮. મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
૯. પંખીડાને આ પીંજરું જુનું જુનું લાગે
૧૦. રાખના રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે..

હેલો જીંદગી..

Comments Off on હેલો જીંદગી..

 

 

હેલો જીંદગી..
કદી સૂકી, કદી ભીની,
કદી તરસી , કદી વરસી,
તારા વિષે કહુંતો કહું શું હું , જીંદગી ?
હેલો જીંદગી !

બદલાય ક્યારે મોસમ ના જાણીએ અમે,
કોરી છું તું કિતાબ છતાં માણીએ અમે .
કોઇને પૂરી લાગે , કોઇને અધૂરી..
તું કામ , નામ , દામ ને આરામ , જીંદગી .
હેલો જીંદગી ..!

કયારેક તું ગણિત , ક્યારેક ગીત છે.
ક્યારેક શબ્દ છે તું, કદી મૌન પ્રીત છે.
સંજોગોની છે સોય , દોરો છેશ્વાસનો,
છેડો છૂટી જતો અહીં અધૂરા પ્રયાસનો.
ધબકારમાં સંભળાય છે એ તારી બંદગી.
હેલો જીંદગી..!

મૃગજળ તું કે જળ છું ,પીઉં છું હું તને
જેવી છું તેવી મારી છું ,જીવું છું હું તને .
તું હોય છે સતત અને હું કરતો આવ જાવ
હું હોઉં નહીં ત્યારે કરે છે શું? મને સમજાવ
હુંંકાર ને ઓમકારની વચ્ચેપસંદગી..
હેલો જીંદગી..!

-તુષાર શુક્લ

સ્વર : નયનેશ જાની

સ્વરાંકન : નયનેશ જાની

આંખની સામે આવી ઊભી

Comments Off on આંખની સામે આવી ઊભી

 

 

આંખની સામે આવી ઊભી છોકરી ભીને વાન
ઉઘડી જાણે ઉષા રાણી ગાતી મીઠા ગાન

રાગ ભૂપાલી ઓઢણી એની
સરગમ જેવી કાય
પીલું ,કાફી ફરતે ફરતા
હોરા બની લહેરાય
રંગ ઉડે છે અંગથી એનાં આંખ બની રસખાણ

ઋતુ વાસંતી પગલાં ચૂમે
ફૂલ પસીને નહાય
ઝાકળ જેવી ઝાંઝરી એની
ફાગ બની ફોરાય
સ્વર સૂરીલા, લય લચકતા, એમાં ઉમેરી તાન

બાગ-બગીચા રાહ જૂએ છે
એની બારે માસ
વાડી વઝીફા નીચાં નયને
ઘૂમતા રહે ચોપાસ
કોણ હશે એ જેને નસીબે જયજયવંતી જાન ?

– ગુણવંત ઉપાધ્યાય

સ્વર : ડો ભરત પટેલ

સ્વરાંકન : ડો ભરત પટેલ

Older Entries

@Amit Trivedi