ભૂલો પડેલો હું તો પ્રવાસી

No Comments

ભૂલો પડેલો હું તો પ્રવાસી
કોક બતાવો સાચી વાટ,
ચાલુ તોયે ધામ ના આવે
વેદના છે અપાર !
કોક બતાવો સાચી વાટ

ધ્રુવનો તારો આભમાં છૂપ્યો
ચારે દિશાએ અંધાર,
ઘોર નિરાશા વ્યાપેલ ઉરે
કાળ ઉઠે છે અવાજ !
કોક બતાવો સાચી વાટ

થાશે મારું શું ? થાશે મારું શું ?
ચિંતા ઉરે છે અગાધ,
ગામ જવાનુંં સુજતુ મને ના
કોણ બતાવે સાચી વાટ,
ચાલુ તોયે ધામ ના આવે
વેદના છે અપાર !
ભૂલો પડેલો હું તો પ્રવાસી…….

-ભૂપેન્દ્ર વકીલ

સ્વર : સત્યેન જગીવાલા
સ્વરાંકન : સુનીલ રેવર

સંગીત : સુનીલ રેવર

વાયોલીન – ઉ. હપુખાન
ગીટાર – રમેશ તેલંગ
તબલા – દુર્ગાપ્રસાદ મહારાણા
આલ્બમ : ઉરમાં ગુંજારવ

પંખી માળે આવ્યા કેમ

No Comments

પંખી માળે આવ્યાં કેમ ? સાંજ પડી.
ફૂલ ફરી બિડાયાં કેમ? સાંજ પડી.

સૂરજ રાતો લાગે કેમ? સાંજ પડી.
ઘૂવડ રાજા જાગે કેમ ? સાંજ પડી.
મંદિર ઝાલર વાગે કેમ ? સાંજ પડી.

નભમાં તારા ટમક્યા કેમ ? સાંજ પડી.
ચાંદામામા ચમ્ક્યા કેમ? સાંજ પડી.

તમરાં ત્રમ ત્રમ કરતાં કેમ? સાંજ પડી.
દીવડે ફૂદાં ભમતાં કેમ? સાંજ પડી.

ધરતીમાતા પોઢે કેમ ? સાંજ પડી.
અંધારાને ઓઢે કેમ ? સાંજ પડી.

-નટવર પટેલ

સ્વરઃ અનંત વ્યાસ
સ્વરાંકન :અનંત વ્યાસ

નાના અમથાં આજ ભલેને

No Comments

નાનાં અમથાં આજ ભલે ને, કાલે મોટા થાશું;
અમે તો ગીત ગુલાબી, ગાશું !

કળી-કળીનાં ફૂલ થાય ને બુંદ-બુંદનો દરિયો !
નાની અમથી વીજ ચમકતી આભે થઈ ચાંદલિયો;
મસ્ત થઈને અજાણ પંથે અમે એકલાં જાશું :
અમે તો ગીત ગુલાબી ગાશું !

નાનકડી કેડીનો થાતો મારગ કેવો મોટો;
એવા મોટા થઈશું કે નહિ જડે અમારો જોટો !
હશે હોઠ પર સ્મિત : આંખમાં કદી હોય નહિ આંસુ,
અમે તો ગીત ગુલાબી ગાશું !

– સુરેશ દલાલ

સ્વર : અનંત વ્યાસ
સ્વરાંકન : અનંત વ્યાસ

હવે કરું ના યાદ

No Comments

હવે કશું ના યાદ :
એક વખત જે વરસી ગ્યો તે
વરસી ગ્યો વરસાદ. …..
…….. હવે.
ઝાકળનાં જલ ઊડી ગયાં તે
ઊડી ગયાં ઓ પાર,
પકડી પકડી ચાલું ક્યાં લગ
અંધારાની. ધાર?
… હવે.
પાછી
વચમાં ભવની ભીત ઊભી,
ના વાદ, કશો સંવાદ,
વીજળીઓ વળ ખાતી એવી
છળે જિંદગી
ઝબકારાની પાછળ, પણ ના
રેખ સુનેરી
ચક્રવાકની ચીસ સમાણો

હવે કશું ના સાદ.
હવે કશું ના યાદ.

-બેચરભાઈ પટેલ

સ્વર : અનંત વ્યાસ
સ્વરાંકન : અનંત વ્યાસ

કોના પગલાં પડતાં કાને

No Comments

કોણ હૃદયની કોરે?
કોનાં પગલાં પડતાં કાને?
કોનાં ઝંખન ફોરે?
વળીવળીને વળગે પાછું
કોણ હૃદયની કોરે?
કોણ ઉષાની ઝાલર લઇને
જાતું નિદર ચોરી?
કોણ ભીંજવે-ભીંજવે મારી
અંતરનગરી કોરી?
કોણ બનીને શમણું ખૂલે
નેણપલ કને દોરે? .વળી
કોણ હવામાં હીંચતું, વહેતું
જલધિને જલ દોડે?
કોણ ભાલમાં ચંદ્ર ચોડતું
લખ લખ નવલા કોડે?
કોણ મેંદીનાં ફૂલ બનીને
ચો ગમ મહોરે -મહોરે?
વળીવળીને વળગે પાછું

-બેચરભાઈ પટેલ

સ્વરઃ અનંત વ્યાસ
સ્વરાંકન :અનંત વ્યાસ
સંગીત :ભરત પટેલ

Contact Us On WhatsApp @Amit Trivedi