મેંશ ન આંજુ રામ,
લેશ જગ્યા નહિ, હાય સખીરિ!
નયન ભરાયો શ્યામ

એક ડરે રેખ ન ખેંચુ, ભલે હસે વ્રજવામ
રખે નયનથી નીર વહે તો, સંગ હવે ઘનશ્યામ!

કાળાં કરમનો કાળો મોહન, કાળું એનુ નામ,
કાજળની વધુ કાળપ લાગે, કરશે એવાં કામ?

 
-નીનુ મઝૂમદાર
 
સ્વર : કૌમુદીબેન મુનશી