સપના વિના ની રાત…

હે ધીંગી ધજાઓ ફરકે રે
માતાજી તારે ઘેર,
રમવા વહેલી આવજે
માડી કરજે અમ પર મહેર..

વેંત છેટા અજવાસ છે
અને વેંત છેટા છે તેજ,
પગલાં કે’તા બેડીઓને
આજ ચાલવા દેજો સ્હેજ..

તારી નદીયુ પાછી વાળજે,
તારી વીજળી ભૂંસી નાંખજે,
તારા પગના ઝાંઝર રોકજે,
તારી કેડીએ બાવળ રોપજે,

ને માવડી પાસે માંગજે ખાલી,
સપના વિનાની આખી રાત.
 
– સૌમ્ય જોશી
 
સ્વર : આદિત્ય ગઢવી
સંગીત : મેહુલ સુરતી