હે જી શબદું તો આલમના અસવાર
પલની પલકાર, જળના થડકાર,
તેજના ઝબકાર

જલની ઝીણેરી ઊડે વાદળી,
તેજના ઝબકારે તેજલ ઝાંઝરી
તેજલ એ ઝાંઝરીને ઝમકાર..…

વ્હાલો વાયે રે આછી વાંસળી,
અડકે હો….સૂરની ભીની ડાંખળી,
ભીની એને ડાંખળીના અણસાર,
ડાંખળીને અણુસાર….
 
— ચાસેફ મેકવાન
 
સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાકંન : પરેશ ભટ્ટ
 

સૌજન્ય : અનંતભાઈ વ્યાસ રાજકોટ અને તુલસીભાઈ વલસાડ