મેં હજી મત્લા કર્યો છે
Mar 09
ગઝલ Comments Off on મેં હજી મત્લા કર્યો છે
મેં હજી મત્લા કર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?
તોય ડૂમો કરગર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?
વાત જે ના થઈ શકી એનો નશો મિસરો બનીને,
ધીરે ધીરે વિસ્તર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?
સાંજની ભીની હવા પરના રદીફનો હાથ ઝાલી,
કાફિયાને કોતર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?
તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?
-અંકિત ત્રિવેદી
સ્વર:આલાપ દેસાઈ
સ્વરાંકન :આશિત દેસાઈ