તૂટી હો    ભેખડ  પર   ભેખડ
કેમ કરી ત્યાં   કે’વું  કે   રડ !

બીજાને  શું  શોધે   છે   તું ?
સૌથી પહેલા ખુદને તો જડ !

વેચે   તો   પૈ સા દૈ   જાજે –
લૈ જા આજ મને  તું   જાંગડ

વ્હેતી  જાત  હજી રોકી   લે ,
બાકી  તો  શઢ  ઊ ડે ફડફડ

લાગે  છે  લડવું   ના   છોડે
માન ન માન હશે મારું ધડ !

લડવા માટે જાત જ શોધે ?
એવો તે કેવો   તું  અણઘડ

ખુદને ચણવાનું   ચાલે   છે
તેમાં  શ્વાસો  પાડે  છે  તડ

– રવીન્દ્ર પારેખ