વર્ષોની સાધનાનું આ ફળ મને મળ્યું છે.
હું ફૂલ થઇ ગયો છું, ઝાંકળ મને મળ્યું છે.

તમને મળ્યું છે આખું આકાશ તો મુબારક.
વરસાદથી છલોછલ વાદળ મને મળ્યું છે.

દરિયાને આપણે તો વહેંચ્યો છે સરખે ભાગે,
તમને મળ્યા છે મોતી ને જળ મને મળ્યું છે.

આ પ્રેમનો અનુભવ કામ આવશે જીનભર,
તમને વફા મળી છે ને છળ મને મળ્યું છે.

રણમાં હું દોડી દોડી હાંફી ગયો ને અંતે,
આંખોમાં આ તમારી મૃગજળ મને મળ્યું છે.

-શૌનક જોષી

સ્વર: શૌનક પંડયા
સ્વરાંકન : શૌનક પંડયા

સૌજન્ય : સંજય રાઠોડ સુરત