સંજય રાઠોડ સુરત

હંસલા હાલો રે હવે,
મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી
આશા જુઠી રે બંધાણી

ધીમે ધીમ એ પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો

વાયરો વારો રે ભેંકાર
માથે મેહુલાનો માર
દીવડો નહીં રે બળે

વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે

કાયા ભલે રે બળે
માટી માટીને મળે
પ્રીતડી નહીં રે બળે

-મનુભાઇ ગઢવી

સ્વર : હેમા દેસાઈ
સ્વરાંકનઃ કલ્યાણજી – આનંદજી
સૌજન્ય : સંજય રાઠોડ સુરત