એક સલુણી સાંજ   તેં  આપી હતી
૨ાતભર એ સ્વપનામાં વ્યાપી  હતી

વૃક્ષ કાપ્યાનો  ગુનો    લાગુ   પડ્યો
મેં ફક્ત એક ડાળખી  કાપી   હતી

શબ્દોએ ચાડી  કરી  મુજ  નામની
મેં વગર નામે  ગઝલ  છાપી   હતી

બાલુ   પૂજામાં નહીં   માને   છતાં
દિલમાં   તારી મૂર્તિ   સ્થાપી  હતી

-બાલુભાઈ પટેલ

સ્વર : કલ્પક ગાંધી
સ્વરાંકન : કલ્પક ગાંધી