એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું,
સોણલાની વાડી ઝાકમઝોળ; કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે;

મઘમઘ સુવાસે તરબોળ, સગપણ સાંભર્યું.
ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ, સગપણ સાંભર્યું.

ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ; સગપણ સાંભર્યું.

-માધવ રામાનુજ

સ્વર : અન્વેશા દત્તગુપ્તા
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

ખાસ નોંધ : અન્વેશા ગુજરાતી ગીત ના શબ્દો ઇંગલિશ માં લખી ને ગાય છે. એને ગુજરાતી આવડતું નથી.

Live performance at Samanvay Ahmedabad on 08.02.2014