બદલાઈ બહુ ગયો છું હું તમને મળ્યા પછી
મારો    મટી   ગયો   છું  તમને મળ્યા પછી

પથ્થર   હતો   તેથી   તો   નિંદા થતી હતી
ઈશ્વર બની. ગયો   છું   તમને  મળ્યા પછી

મારું   હતું   શું   નામ   મને  કોઈ  તો કહો
એ પણ ભૂલી ગયો છું  તમને  મળ્યા  પછી

તમને મળ્યા પછી  મેં  મુજ  શ્વાસને સૂંઘ્યા
સૌરભ બની  ગયો  છું તમને  મળ્યા  પછી

-પુરુરાજ જોષી

સ્વરઃ રવિન્ નાયક
સ્વરાંકન : રવિન્ નાયક

સૌજન્ય : ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી