આવી રે આવી કોઈ અજબ સુવાસ મને
નવરાત્રિ આવ્યાની જાણ થઈ…
ભીતરને ભેદીને ગઈ આરપાર એ તો
અંબાની ભક્તિનું બાણ થઈ…

આવી રે આવી કોઈ..
આવી રે આવી કોઈ..

તડ તડ તડ તડ તાલી પડેને કાંઈ,
ગુંજે ગગન ઘનઘોર,
અંબાની આરતીનો નાદ ભળેને કાંઈ,
ઘંટારવ થાય ચહુઓર,
તાળીઓના તાલ અને ઘંટારવ નાદમાં,
જોગણીઓ ઘૂમે અજાણ થઈ…

આવી રે આવી કોઈ..
આવી રે આવી કોઈ..

ધડ ધડ ધડ ધડ વાગે નગારા ને,
થાપી પડે છે કાઈ ઢોલ,
સૂરને સૂરાવલીના સથવારે સથવારે,
સંભળાતા ગરબાના બોલ..
થાપી થડકારે ને સૂર કેરે સથવારે,
અંબાના ગરબાની લ્હાણ થઈ…

આવી રે આવી કોઈ..
આવી રે આવી કોઈ..

-હાર્દિક વોરા

સ્વર : હાર્દિક વોરા, ગાર્ગી વોરા અને અનુપા પોટા
સ્વરાંકન : હાર્દિક વોરા