અઢી અક્ષરે પ્રેમ લખું ને
અઢી અક્ષરે પ્રેમ લખુને બે અક્ષર માં હરિ,
સાડા ચારે હરિ આપણે મળવું છે ને ફરી ?

હરિ તમે તો શેઠ તમોને સમયબાધ શું નડશે, મારે તો ઓફિસ મહી થી રજાય લેવી પડશે, એક રજા ગાળું તમ સાથે પાછો જન્મ ધરી.

તમે કહો તે જગ્યા ઉપર આપણ બન્ને મળીએ ત્યાંથી સાથે સાથે જાશું મારા ઘરને ફળીએ તમે નહીં આવો તો મારો દીવો જાય ઠરી.

-મુકેશ જોષી

સ્વર : અનંત વ્યાસ
સ્વરાંકન : અનંત વ્યાસ