એટલો    મારા   હૃદયની   લગોલગ   હોય   છે,
જેમ   તનમાં ઓગળેલુ  એક ઓજસ  હોય  છે.

ઝાંક ના, ડૂબી    જવાશે  આંખના  ઊંડાણમાં,
પાંપણોની પાળ  વચ્ચે  કંઈ  સરોવર  હોય  છે.

માવજત છે એકસરખી પણ તફાવત  છે  ઘણો,
સંગદિલ  છે કંટકો, પણ  ફૂલ  કોમળ  હોય  છે.

જાતને સંભાળ  “એહમદ”  તું  તરત નીચે પડી,
એક સુખની આડમાં બસ કો’ક ઠોકર હોય છે.

– એહમદ હુસેન

 

સ્વરઃ પ્રહર વોરા
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ