રામ શબદની માળા જપો તો.
છૂટે જનમ જંજાળા,
સતગુરૂ, રામ શબદની માળા.

કર લે કૂંચી ગુરૂશાન કી, ખોલો હિરદય કા તાળા રે,
એહી તાળા જો દૂર કરો તો, ઘટ ભીતર ઉજિયાળા.

કાયા દેશ મેં પરગટ ગંગા, કોણ ફરે પંથપાળા રે,
ગંગાજળમેં ન્હાઓ અખંડા, મત જાઓ નદિયું નાળા.

કાયા અંદર બુદ્ધિ સમંદર જલ હૈ નૌ નેજાળા રે,
સાયરિયા મેં હિરલા નીપજે, ખોજે ખોજણહારા

પ્રભુ ભજો તો પાતક પ્રજળે, સંતન કરો વિચારા રે,
દાસ દયાનંદ ગુરૂને ચરણે, નિરગુણ પંથ નિહારા.

-દયાનંદ
 
સ્વરઃ ગાર્ગી વોરા
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ