માનસરોવર જઈએ, કૂડી રે કાયા, માનસરોવર જઈએ.
હંસલાની સાથે વીરા, સંગતું કરીએ;

ભેળા બેસીને મોતી ચણીએ. કૂડી રે કાયા
સાધુને સંગતે વીરા, સાધુ કહેવાયે;
નિત્ય નિત્ય ગંગાજીમાં નહીએ. કૂડી રે કાયા

માંહેલા એ મનડા કેમ તું ભૂલ્યો વીરા ?
દર્શન ગુરુજીનાં કરીએ. કૂડી રે કાયા
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર;
ભવસાગરથી તરીએ કૂડી રે કાયા

-મીરાંબાઈ
 
સ્વરઃ શોભા જોશી
સ્વરાંકન : વિનાયક વોરા