માછલીની આંખમાં ઘનઘોર દરિયો ઘૂઘવે

Comments Off on માછલીની આંખમાં ઘનઘોર દરિયો ઘૂઘવે

 

માછલીની આંખમાં ઘનઘોર દરિયો ઘૂઘવે.mp3

 

માછલીની આંખમાં ઘનઘોર દરિયો ઘૂઘવે
ફીણ થઈ પથરાયેલો આખ્ખોય કાંઠો ઘૂઘવે

સૂર્યોદયને વાર છે મોસૂઝણાને વાર છે
પંખીઓના વનમઢ્યા કલરવથી વૃક્ષો ઘૂઘવે

ફૂલ ઝાકળ રંગ ખુશ્બુ કઈ નથી બાકી હવે
ડાળ પર ખાલી પડેલો એક માળો ઘૂઘવે

અડધી રાતે કોટ ઠેકી એ ધસી આવે કદાચ
રાતની દીવાલ પાછળ એમ તડકો ઘૂઘવે

સૌ ઉતારા ક્યારના શોષાય ગયા
ને પ્રવાસીના પગોમાં ધૂળ રસ્તો ઘૂઘવે

કાન સૌ મંડાયેલા છે એના અંતિમ શ્વાસ પર
અડધો પડધો શબ્દ કાગળ પર અટૂલો ઘૂઘવે

મો ને આંખો બેઉ ખુલ્લા રહી ગયા આશ્ચર્યથી
કંઠે આદિલ મૌન થઈને એક ડૂમો ઘૂઘવે
 
-આદિલ મનસુરી
 
સ્વરઃ અનંત વ્યાસ
સ્વરાંકન : અનંત વ્યાસ
સંગીત : ડો ભરત પટેલ
 
 

અખંડ ઝાલર વાગે ઘટ મેં

Comments Off on અખંડ ઝાલર વાગે ઘટ મેં

 

અખંડ ઝાલર વાગે ઘટ મેં.mp3

 

અખંડ ઝાલર વાગે ઘટ મેં
અખંડ ઝાલર વાગે

નિદ્રાધીન જીવ જાગે ઘટ મેં
અખંડ ઝાલર વાગે.

એક બળે છે એવો દીવો
અંધારાનો એ મરજીવો
અખંડ સાગર તાગે ઘટ મેં
અખંડ ઝાલર વાગે.

પંડિતનો અહીં કશોય ખપ ના
અખંડ ચાલે તારી રટણા.
કાંઈ કશું નવ માગે ઘટ મેં
અખંડ ઝાલર વાગે.
 
-સુરેશ દલાલ
 
સ્વર: પાર્થિવ ગોહિલ
સ્વરાંકન: ચંદુ મોટાણી
સંગીત આયોજન: આશિત દેસાઇ
 
 

સાવ અજાણી વાટે

Comments Off on સાવ અજાણી વાટે

 
 

 
 

સાવ અજાણી વાટે મરે આગળ જાવું છે
પથ્થરમાં પણ ફૂલ ખીલવવા પાણી પાવું છે.

મના કરીને આંસુડાં ને આંખ વૃથા ભિંજવશો ના
ઘાવ સહી ને કુણાં હૈયાં જુલમને પાયે પડશો ના
હસતાં હસતાં આ જીવનનું ગીતડું ગાવું છે
પથ્થરમાં પણ ફૂલ ખીલવવા પાણી પાવું છે.

અંજલિ લઈ આવી અમૃતની ઝેર મળે પીવાને
ડૂબી જવાશે તરતાં તરતાં શું ડર મરજીવા ને
સંકલ્પ ધર્યો છે આ શ્રધ્ધા એ ચાહવું તે ચાહવું છે
પથ્થરમાં પણ ફૂલ ખીલવવા પાણી પાવું છે.
 
– પ્રફુલ્લ દેસાઈ

 
સ્વર: હર્ષિદા રાવળ
સ્વરાંકન: અહેમદ દરબાર

 
 

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના

Comments Off on ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના

 
 

 
 
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
 
-મણિલાલ દેસાઈ
 
સ્વર: નિરુપમા શેઠ
સ્વરાંકન: અજિત શેઠ
પરિચય: હરીશ ભીમાણી

 
 

તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો

Comments Off on તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો

 

Older Entries Newer Entries

@Amit Trivedi