ડંખે છે દિલને….

Comments Off on ડંખે છે દિલને….

 

 

નયનેશ જાની

 

ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના,
રહી જાય છે જે વાત સમયસર કહ્યા વિના.

ઊર્મિ પૃથક પૃથક છે, કલા છે જુદી જુદી,
સઘળું કહી રહ્યો છું વિધિસર કહ્યા વિના.

લાખો સિતમ ભલે હો, હજારો જુલમ ભલે,
રહેવાય છે ક્યાં આપને દિલબર કહ્યા વિના.

કેવી જગતથી દાદ મેં માગી પ્રકાશની,
હીરાને જે રહે નહિ પથ્થર કહ્યા વિના.

દુનિયાના બંધનોની હકીકત છે આટલી,
હું જઈ રહ્યો છું રૂપને સુંદર કહ્યા વિના.

જોયા કરો છો કેમ તમે મારા મૌનને,
શું મેં કશું કહ્યું છે ખરેખર કહ્યા વિના?

સાંભળ, જરાક ધ્યાન દઈ દેહનો અવાજ,
ધસ્તા નથી કદી અહીં ઘર કહ્યા વિના.

દુનિયામાં એને શોધ ઈતિહાસમાં ન જો,
ફરતા રહે છે કંઈક પયગમ્બર કહ્યા વિના.

તૌબાની શી જરૂર છે મસ્તીમાં ઓ,
છૂટી પડે છે હાથથી સાગર કહ્યા વિના.

– મરીઝ

સ્વર : નયનેશ જાની
સ્વરાંકન :નયનેશ જાની

 

મને કૈક એવા તો મિત્રો મળ્યા છે

Comments Off on મને કૈક એવા તો મિત્રો મળ્યા છે

 

 

 

મને  કૈક   એવા તો   મિત્રો  મળ્યા  છે,
મને   છાંય   દેવા  એ  તડકે બળ્યા છે.

તિમિરને    સદાકાળ   હદપાર   રાખ્યું.
થઈ  મીણબત્તી એ  સદા ઓગળ્યા છે.

કો   પાણીકળા-શી  નજર  એમની  છે,
છુપાવ્યાં જે આંસુ  તે પળમાં કળ્યાં છે.

ભલે જીભથી એ  છે કડવા છતાં  પણ,
ખબર છે મને એ  ભીતરથી  ગળ્યા  છે.

ગયા  ભવ   હશે  આંસુ  લૂક્યાં કોઈનાં,
મને મિત્ર  થઈ આ  ભવે એ   ફળ્યાં  છે.

-કિશોર બારોટ

 

સ્વર : અરવિંદ ગોસ્વામી
સ્વરાંકન : અરવિંદ ગોસ્વામી 

 

શબ્દ ક્યાં મારો કે તમારો છે?

Comments Off on શબ્દ ક્યાં મારો કે તમારો છે?

 

 
શબ્દ    ક્યાં    મારો  કે  તમારો   છે?
શબ્દ     હર     કોઈનો    દુલારો   છે

બુઠ્ઠા   અણિયારા     રેશમી    બોદા
શબ્દના      કેટલા       પ્રકારો     છે

ભાવ     છે    અર્થ    છે     અલંકારો
શબ્દનો      કેટલો      ઠઠારો      છે

જો જરાક અડકો તો છટપટી ઉઠશે
શબ્દ     સંવેદનાનો        ભારો    છે

– રાહી ઓધારિયા
 

સ્વર : ભદ્રાયુ ધોળકિયા
સ્વરાંકન : ભદ્રાયુ ધોળકિયા
 

એટલો    મારા   હૃદયની   લગોલગ   હોય   છે

Comments Off on એટલો    મારા   હૃદયની   લગોલગ   હોય   છે

 

 

એટલો    મારા   હૃદયની   લગોલગ   હોય   છે,
જેમ   તનમાં ઓગળેલુ  એક ઓજસ  હોય  છે.

ઝાંક ના, ડૂબી    જવાશે  આંખના  ઊંડાણમાં,
પાંપણોની પાળ  વચ્ચે  કંઈ  સરોવર  હોય  છે.

માવજત છે એકસરખી પણ તફાવત  છે  ઘણો,
સંગદિલ  છે કંટકો, પણ  ફૂલ  કોમળ  હોય  છે.

જાતને સંભાળ  “એહમદ”  તું  તરત નીચે પડી,
એક સુખની આડમાં બસ કો’ક ઠોકર હોય છે.

– એહમદ હુસેન

 

સ્વરઃ પ્રહર વોરા
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ

 

નામ એનો નાશ

Comments Off on નામ એનો નાશ

 

 

નામ  એનો  નાશ,  આ  એવો  આભાસ  છે
પ્રેમ  ઓના દિલમાં  હજુ  લૈલાનો  વાસ  છે

ચંદ્રને  ચકડોળે ચઢાવો તો યે તે નો  તેજ  છે
ચાંદનીના  પ્રતાપે તો   ચાંદમા   આ તેજ  છે

શહીદની દુનિયામાં પ્રેમનો  પણ વિભાગ  છે
જણાવું નામ કેટલા ? એ મોટો ઇતિહાસ છે

પ્રેમીઓ  પણ  આજે   મંદિરમાં  પૂજાય  છે
રાધા અને  કૃષ્ણ પણ   મુખમાં  મલકાય  છે

-બાલુભાઇ પટેલ
 

સ્વર : આશિત દેસાઇ, પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

 

Older Entries Newer Entries

@Amit Trivedi