કહો નાચતી ઝૂમતી ક્યાં જતે

Comments Off on કહો નાચતી ઝૂમતી ક્યાં જતે

 
 

 
 
કહો નાચતી ઝૂમતી ક્યાં જતે,
સમંદર ન હોતે નદી ક્યાં જતે?

ન હોતે મળી રાત રાહત ભરી,
કહો આથમીને રવિ ક્યાં જતે?

અમસ્તો ઓ સંતો વિચારો જરી,
ન હોતે અમે દિલ્લગી ક્યાં જતે?

બધા જીવ હો તે યદિ પાક તો,
બદી નું થતે શું? બદી ક્યાં જતે?

ન હોતે સમંદર સરોવર નદી,
‘જલન’ ડૂબવા નાવડી ક્યાં જતે?
 
– જલન માતરી

 
સ્વર: આશિત દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ
 
 

જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો

Comments Off on જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો

 
 

 
 

જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો
ઘડ્યું છે રૂપ ખુદાએ માહતાબ કહો

હજાર લાખ સિતારાને ખરલમાં ઘૂંટી
દીધું છે તેજ લલાટે પછી ધીરજ ખૂટી
સદા બહાર સુમનની મધુર મહેક લૂંટી
ઘડ્યું છે મસ્ત ફૂલ બહાર રૂપ ખ્વાબ કહો

વિરાટ સ્વપ્ન વસંતો ના તમોને દીઘા
સૂરાના નામે અમે પ્રેમ ધૂંટને પીધા
તમારા એજ દિવસથી થવાના સમ લીધા
મળ્યું છે તમને જીવન ખીલતું ગુલાબ કહો

હતો હું છિન્નભિન્ન આપને મળ્યા પહેલા
મને દર્શન થયા છે ક્યાંય પણ ઢળ્યા પહેલા
બુલંદ મારો સિતારો જુઓ ખર્યા પહેલા
મળ્યું જીવન લો હવે પ્રેમંની કિતાબ કહો

 
-સુરેન ઠક્કર ‘મેહુલ’
 
સ્વર : આશિત દેસાઇ
સ્વરાંકન : તલત અઝીઝ
 
 

ક્યાં હોડી ને ક્યાં હલ્લેસાં

Comments Off on ક્યાં હોડી ને ક્યાં હલ્લેસાં

 
 

ક્યાં હોડી ને ક્યાં હલ્લેસાં, ક્યાં છે શઢ ને ક્યાં બેલીડા
પથ્થર જેવી જાત લઇને તરવાનું છે રામભરોસે.

ઊંડી ખીણો ઊંચા ડુંગર, ચડવાનું છે રામભરોસે
જીવ્યા જેવું જીવતર છે ને મરવાનું છે રામભરોસે.

જંગલની લીલાશ બનું કે પંખીની ઉડ્ડાન ભલે
પાન બનું કે પીછું મારું ખરવાનું છે રામભરોસે.

કાણી કોડી ફાટલ જૂત્તા તરસી આંખો લાંબા રસ્તા
યાદોનો લૈ એક ખજાનો ફરવાનું છે રામભરોસે.

હું છું સપનું કે જોનારો, હું પ્યાદું કે હું રમનારો ?
તર્કવિતર્ક બધા છોડી દૈ રમવાનું છે રામભરોસે.
 
– મધુમતી મહેતા
 
સ્વર: જનાર્દન રાવલ
 
 

તેજના રસ્તા ઉપર દોર્યો મને

Comments Off on તેજના રસ્તા ઉપર દોર્યો મને

 
 

test https://docs.google.com/uc?id=1gzx1VuuPvi19dtmuapzpXnA4xe-v_efX test

 
 

તેજના રસ્તા ઉપર દોર્યો મને
શગની માફક આપે સંકોર્યો મને

મંજરીની મ્હેંકના ભારે લચું
એક આંબો જાણે કે મ્હોર્યો મને

ના નીકળતું આંસુ ભમરો થઈ ગયું
એણે અંદરથી સખત કોર્પો મને

આ બધાં શબ્દોનું ચીતરામણ કરી
મેં જ આ કાગળ ઉપર દોર્યો મને

ઠોઠને ઠપકો નજાકતથી દીધો
તેં ગઝલ આપીને ઠમઠોયોં મને
 
– મનોજ ખંડેરિયા
 
સ્વર : ડો ભરત પટેલ
સ્વરાંકન : : ડો ભરત પટેલ
આસ્વાદ : વસંત જોશી
 
 

….તું લાગે પરમ કૃપાળુ

Comments Off on ….તું લાગે પરમ કૃપાળુ

….તું લાગે પરમ કૃપાળુ
તારી આંખે દુનિયા હું મન ભરી ને માણું
વ્હાલમાં તરબતર તું લાગે પરમ કૃપાળુ

તું જ વિધાતા , તું જ અન્નદાતા
ઝીણું તું કાંતે મારું જીવન
જરીક જ્યાં હું સરકું ત્યાં તો
સરકે તારું ત્રિભુવન

જરીક સરકી તને હું વ્હાલ ભરી પંપાળું
વ્હાલમાં તરબતર તું લાગે પરમ કૃપાળુ

તું જ અંધારું , તું જઅજવાળું
શ્વાસની સરગમ તારે હવાલે
પંખી ના ટહૂકા, ફૂલની ફોરમ
મારું અંગે અંગ સજાવે

તારી પાંખે હું ઉડું ને ગગન લાગે નિરાળું
વ્હાલમાં તરબતર તું લાગે પરમ કૃપાળુ

તું જ મંજીરા , તું જ તંબુરા
મારામાં ગુંજે બુલબુલ
પરોઢે ગીત મધુરા ગાઈ
મારામાં રહેતી મશગૂલ

હરઘડી તને લાગે કે મને તું કેમ સંભાળું
વ્હાલમાં તરબતર તું લાગે પરમ કૃપાળુ

– અમિત ત્રિવેદી

Older Entries Newer Entries

@Amit Trivedi