એક કાચી સોપારીના કટ્ટકો રે

Comments Off on એક કાચી સોપારીના કટ્ટકો રે

 

 

એક કાચી સોપારીના કટ્ટકો રે
એક લીલું લવિંગડીનું પાન
આવજો રે તમે લાવજો રે મારા મોંધા મે’માન
એક કાચી સોપારીનો …

કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો
કીધાં કંકોતરીનાં કામ
ગોતી ગોતીને આંખ થાકી રે બાવરી
લિખિતંગ કોનાં છે નામ
એક વાંકી મોજલડીનો ઝટ્ટકો રે
એક ઝાંઝરનું ઝીણું તોફાન
ઝાલજો રે તમે ઝીલજો રે એનાં મોંધાં ગુમાન
એક કાચી સોપારીનો…

ઊંચી મેડી ને એના ઊંચા ઝરૂખડા
નીચી નજરુંના મળ્યા મેળ
ઊ’બરમાં સાથિયા ને ટોડલિયે મોરલા
આંગણમાં રોપતી કેળ
એક અલડ આંખલડીનો ખટ્ટકો રે
એક હૈયામાં ઉઘલતી જાન
જાણજો રે તમે માણજો રે એની વાતું જુવાન
એક કાચી સેપારીનો…

-વિનોદ જોશી

સ્વરઃ વિરાજ ઉપાધ્યાય અને બિજલ ઉપાધ્યાય
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

ઝૂલત શ્યામ હિંડોરે

Comments Off on ઝૂલત શ્યામ હિંડોરે

 

 

ઝૂલત શ્યામ હિંડોરે,
રાધે સંગ ઝૂલત શ્યામ હિંડોરે
દંપતિ વદન વિલોકન કારણ,
ભીર મચી ચહું ઓરે…

રતન હિંડોરે શ્યામ વીરાજત,
સંગ પ્રિયા તન ગોરે
પિયા પ્યારી કો રૂ૫ અલૌકિક,
નિરખત જનમન ચોરે…

બપૈયા મુખ પિયુ પિયુ બોલત,
દાદુર મોર ઝિંગોરે
ઝીની ઝીની બુંદુન બાદર બરસત,
ઘન ગરજત અતિ જોરે…

રાધે કો મન મગન ભયો હૈ,
નવલ શ્યામ કે તોરે
બ્રહ્માનંદ રસિક પ્રિતમ કી,
મૂરતી બસી મન મોરે…

-બ્રહ્માનંદ

સ્વરઃ આશિત દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

પાળિયાની જેમ મારી એકલતા આરડે

Comments Off on પાળિયાની જેમ મારી એકલતા આરડે

 

 

પાળિયાની જેમ મારી એકલતા આરડે
ને પાધરની જેમ તમે ચૂપ
વીતેલી વેળમાં હું જાઉં છું સ્હેજ ત્યાં તો
આંખો બે આંસુ સ્વરૂપ
શમણાં તે પંખીની જાત મારા વ્હાલમા
કે ઠાલાં પાણીનો કોઈ કૂપ ?….. પાળિયાની

આંગણામાં પગલાંઓ અંકાયા લાખ છતાં
ધરમાં તો ભમતો ભેંકાર
પીપળાનાં પાંદડાંઓ ખરતાં થયાં ને છતાં
ડાળીને લાગ્યાં કરે ભાર
પડધાના પ્હાડ મને ઘેરીને બોલતા
કે તરણાંની ઓથ લઈ છૂપ…. પાળિયાની..

ચલ્લી થઈને એક તરણુ હું લાવતી
ને ગોઠવું છું નાનકડું નીડ
ભ્રમણાની ભીત ચણી કયાં લગ રે બેસવું
માણસ હોવાની મને ચીડ
આપણે અજાણી એક લાગણી ને લાગણીનાં
ચોર્યાશી લાખ થયાં સ્તૂપ પાળિયાની…

-ચિનુ મોદી

સ્વર :પૌરવી દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

પ્રથમ મણિ ૐકાર

Comments Off on પ્રથમ મણિ ૐકાર

 

 

પ્રથમ મણિ ૐકાર, દેવમણિ મહાદેવ
જ્ઞાનમણિ ગોરખ, બેદમણિ બ્રહ્મા
વિઘામણિ સરસ્વતી, નદીમણિ ગંગા
ભક્ત મણિ” નારદ, રૂપમણિ રંભા……

બુ રછનમણિ કલ૫બૃચ્છ, ગજનમણિ ઐરાવત
બા જનમણિ મૃદંગ, તારમણિ વિણા
ભનત નાયક ગોપાલ લાલ સુન હો આલાપ કરત
દિનમણિ સૂરજ, જૈનમણિ ચંદા……

-ગોપાલ નાયક

સ્વર : નાદબ્રહ્મ ગાયક છંદ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

હે તન બનાય બરસત અગ્નિ

Comments Off on હે તન બનાય બરસત અગ્નિ

 

 

હે તન બનાય બરસત અગ્નિ, તરસત રોમ રોમ
દિપક દરસન કર દેખ ઉજાલે અનંત અપરંપાર,
નિસદિન સિલગત રહત મહાન અગ્ની
ઓમકાર પૃથ્વી પાતાલ આકાશ ઉઠત બસન
દરસન પ્રકાશ આધાર
કહે મિયાં તાનસેન સુન ગુની અકબર બાદશાહ
હે ધરિત્રી ઉદ્ધાર મંગલ દીપક
માનગ્યાન બ્રહ્માવતાર
નાંચત ચપલ ચંચલ ગતિ,
ઘન મૃદંગ રસ ભેદ સૌ બાજત
કોકિલ અલાપત,
પપૈયા ઉરપ લેત મોર સુધર સુર સાજત
દાદુર તારધાર ધુનિ સુનિયત,
રૂનઝુન ધુનિ પર બાજત,
‘તાનસેન’ કે પ્રભુ બહુનાયક,
કુંજ મહલ દોઉ રાજત

-મિયાં તાનસેન

સ્વર : સ્પંદન ગાયકવૃંદ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

Older Entries Newer Entries

@Amit Trivedi