મેં તો બદરા દેખ ડરી ડરી

Comments Off on મેં તો બદરા દેખ ડરી ડરી

 

 

મેં તો બદરા દેખ ડરી ડરી
એક જુ ઘટા મોરી છતીયન ઉમગી
પીછે જુ દુ:ખરી ખરી –
– અપને અપને મંદિર તે નીકસી
કોઉ ગોરી કોઉ લાલ હરી
મેં ચંચલ પીય બહુ દેખત હું
આંગન બીચ ખરી ખરી
મેં તે બદરા દેખ ડરી, ડરી

ઉમડ ધુમડ ઘન બરસે બૂંદ રી
ચલત પવાઈ સુમ સનનન નનનન, ઉમડ ઘુમડ
થર હર કંપે, મનવા લરજે
ઝીંગરવા બોલત ઝૂમ ઝનનન નનનન
ઉમડ ધૂમડ ઘન બરસે બૂંદરી, ઉમડ ઘુમડ ઘન ..
ચૌંક ચૌંક ચૌંકે દામિનિયા
ઘનન ઘનન ઘન યૌં ગરજે
બોલત મોર શોર
અતિ દાદૂર પ્યારે
ચતરંગ તાન માન, તિરકીટ તૈયા ઐયા
ધનન ધનન ધન
ઉમડ ઘુમડ ઘન બરસે બુંદ રી, ઉમડ ધુમડ ઘન..
તાનના દીમ્ તાનાના દીમ્ તાના દેરેના
દેરેના દેરેના દીમ્ તદીયન દેરેના
ચતરંગ સૌંગત લેત વૃજપત
તાનમાન બંધાન આદિતરામ
મૃદંગ બજાવત આદિતરામ
ધેત્ તાગેન ધેત્ તાગેન ધેત્ ધેત્ ધા, કત કત (૩)

-પારંપારિક

સ્વરઃ શ્રુતિ ગાયક વૃંદ

હય હરિ ભજન કો પરમાન

Comments Off on હય હરિ ભજન કો પરમાન

 

 

હય હરિ ભજન કો પરમાન
નીચ પાવે ઊંચ પદવી બાજતે નિશાન….

ભજનકો પરતાપ ઐસો, જલ તરે પાષાણ
અજામિલ અરૂ ભીલ ગણિકા, ચઢે જાત વિમાન…

ચલત તારે સકલ મંડલ, ચલત શશી અરૂ ભાન
ભકત ધ્રુવકો અચલ પદવી, રામકો દીવાન….

નિગમ જાકો સુયશ ગાવત, સુનત સંત સુજાન
સૂર હરિકો ચરન આયો, રાખી લે ભગવાન……

– સૂરદાસ

સ્વરઃ ભવન્સ ગાયક વૃંદ
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા

આકળવીકળ આંખકાન વરસાદ ભીંજવે

Comments Off on આકળવીકળ આંખકાન વરસાદ ભીંજવે

 

 

આકળવીકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસુ નભ વરચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે
વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે
વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન…

નહીં છાલક નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટયા રે વરસાદ ભીંજવે
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટયાં રે
વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટયાં રે
વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન…

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે
વરસાદ ભીંજવે
નેવા નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે
વરસાદ ભીંજવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે
વરસાદ ભીંજવે
લીલો ધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે
વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન વરસાદ ભીંજવે
કોને કોનાં ભાનસાન વરસાદ ભીંજવે

-રમેશ પારેખ

સ્વરઃ નાદબ્રહ્મ ગાયકવૃંદ
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા

ઘૂઘવે સાગર ધૂમ ઘેરાયાં …

Comments Off on ઘૂઘવે સાગર ધૂમ ઘેરાયાં …

 

 

ઘૂઘવે સાગર ધૂમ ઘેરાયાં ઊઘડે તારા નેણ
ઓરની વેળા ઓસરી વાલમ વીળના આવ્યા વ્હેણ..

માણીએ રે ના ઘર બે ઘડી
બ્હારને બોલે મેલતો હડી
મેલતો મને એકલ છડી

આઠમ કેરા ઓરતા મારે દવલી પૂનમ રેણ
ઓરની વેળા ઓસરી વાલમ વીળના આવ્યા વહેણ…
ડોલતી કેવી સફર ટાણે અધીર તારી નાવ
વીજળી જેવી વેગ તેજીલી પેંગડે મેલ્યો પાવ….

બળિયા કાળી નાગને નાથે
રમતો હજાર ફેણને માથે
શામળો મારો કોઈ ન સાથે

દરિયો ડો’લી વળતે દિને વાલમ વહેલો આવ
ડોલતી જોને સફર ટાણે અધીર તારી નાવ
એકલનો સંસાર સૂનો એકલને શું કાજ
હીરની ભરું કામળી તારે કારણ સવાર-સાંજ…

આણજે મોતી ચાર-છ કુડી
આણજે મોંઘા દાંતની ચૂડી
આણજે રૂપું રીતનું રૂડી

તીરની તમાલ કુંજમાં વાલમ આપણું નાનું રાજ
હીરની ભરૂં કામળી તારે કારણ સવાર સાંજ

-રાજેન્દ્ર શાહ

સ્વરઃ શ્રુતિ ગાયકવૃંદ

હે જી ફાગણ આયો ફાંકડો

Comments Off on હે જી ફાગણ આયો ફાંકડો

 


 

હે જી ફાગણ આયો ફાંકડો કોઈ ફાગણ લ્યો
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો
હે જી આંબાની મ્હોરી મંજરી કોઈ ફાગણ લ્યો
એવા સરવર સોહે કંજ રે કોઈ ફાગણ લ્યો

હે જી દરિયા દિલનો વાયરો કોઈ ફાગણ લ્યો
એ તો અલમલ અડકી જાય રે કોઈ ફાગણ લ્યો
હે જી જુગલ વાંસળી વાજતી કોઈ ફાગણ લ્યો
એને નહીં મલાજો લાજ રે કોઈ ફાગણ લ્યો

હે જી દિન કપરો કંઈ તાપનો કોઈ ફાગણ લ્યો
એની રાત ઢળે રળિયાત રે કઈ ફાગણ લ્યો
હે જી ઊડે કસુંબો આંખમાં કોઈ ફાગણ લ્યો
એને વન પોપટની પાંખ રે કોઈ ફાગણ લ્યો

હે જી ગગન ગુલાબી વાદળાં કોઈ ફાગણ લ્યો
જોબનિયું કરતું સાદ રે કોઈ ફાગણ લ્યો
હે જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો

-રાજેન્દ્ર શાહ

સ્વર :ભવન્સ ગાયક વૃંદ

Older Entries Newer Entries

@Amit Trivedi