હું વરસું છું

Comments Off on હું વરસું છું

 


રાજેન્દ્ર શુક્લ

 

 

Click the link below to download

Hu Varsu Chhu Tu Varse Chhe.mp3
 

હું વરસું છું , તું વરસે છે
વચમાં નભ આખું વરસે છે

એક ઘડી ઓરું વરસે છે
એક ઘડી આઘું વરસે છે

સાથે સાથે ને સંગાથે
કેવું સહિયારું વરસે છે

અમથું અમથું પૂર ન આવે
નક્કી કોક છાનું વરસે છે

વરસે મોતી માંડ પરોવું
સૂત્ર , સોઈ, નાકું વરસે છે

વરસી વરસી વહી જતુ જે
તેજ ફરી પાછું વરસે છે

નખશીખ સહુ તરબોળ ભીંજાયા
શબ્દો ક્યા પાંખું વરસે છે

– રાજેન્દ્ર શુક્લ

સ્વર : રેખા ત્રિવેદી , સુરેશ જોશી

મનપાંચમના મેળામાં

Comments Off on મનપાંચમના મેળામાં

 


રેખા ત્રિવેદી


Click the link below to download

Aa Man Pancham Na Mela Ma.mp3

 

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે
કોઈ આવ્યાં છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યાં છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા કોઈ દોરાનું તૂટવું લાવ્યા;
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ;
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યાં છે.

કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં;
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યાં છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા;
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મુઠ્ઠી પતંગિયા;
કોઈ લીલી સૂકી આંખોની મિરાત લઈને આવ્યાં છે.

આ પત્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તુંય રમેશ’;
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યાં છે.

– રમેશ પારેખ

સ્વર : રેખા ત્રિવેદી, ઉદય મજુમદાર

ગોકુળમાં કોકવાર આવો તો કાન,

Comments Off on ગોકુળમાં કોકવાર આવો તો કાન,

 


માધવ રામાનુજ

 

 

Click the link below to downloadp;

Gokul Ma Kok Var Aavo To .mp3

 

ગોકુળમાં કોકવાર આવો તો કાન,
હવે રાધાને મુખ ના બતાવશો;
ગાયોનું ધણ લઇને ગોવર્ધન જાવ ભલે,
જમનાને કાંઠે ના આવશો.

તાંદુલની પોટલીએ પૂનમની રાત
ભલે બાંધીને આવો ગોકુળમાં,
અડવાણે નૈં દોડે કોઇ હવે,
વિરહાના રાજ નહિ જીતો ગોકુળનાં;
સમરાંગણ તમને તો શોભે હો શ્યામ,
વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો !

પાંદડે કદમ્બના, પાંપણની ભાષામાં,
લખી લખી આંખ હવે ભરીએ,
જમનાનાં જળ, તમે દેજો હાથોહાથ
માધવને દ્વારકાના દરિયે:
લખિતંગ રાધાના ઝાઝા જુહાર….
શ્યામ, અંતરમાં ઓછુ ના લાવશો !

– માધવ રામાનુજ

જોગી ચલો ગેબને ગામ

Comments Off on જોગી ચલો ગેબને ગામ

 

પરેશ ભટ્ટ

 


 
 
Click the link below to download

Jogi chalo gebne gam.mp3
 

જોગી ચલો ગેબને ગામ,
સમય પોતે છે પ્રશ્નવિરામ, સમયનું ક્યાં છે પૂર્ણવિરામ?

સુખને દુઃખનું સંગમ તીરથ જીવન એનું નામ,
આવન જાવન ગહન અનાદિ કરવું પડે શું કામ?
જોગી ચલો ગેબને ગામ..

તપ લેખો તો તપ છે જીવન, નહીંતર તીખો તાપ,
મુસિબતોને પાર કરે તે સુખિયો આપોઆપ.
પોતામાં સુખ શોધીને કર, પોતાને જ પ્રણામ..
જોગી ચલો ગેબને ગામ..

ડાબા જમણા ખભા ઉપર છે કઈ ભવભવનો ભાર,
પાપ પુણ્યની વચ્ચે ચાલે અરસપરસ સંહાર.
તું પોતે છે પરમપ્રવાસી, તું જ પરમનું ધામ..
જોગી ચલો ગેબને ગામ..

– વેણીભાઇ પુરોહિત

સ્વર અને સ્વરાંકન : પરેશ ભટ્ટ

એથી જ રંગ રંગથી

Comments Off on એથી જ રંગ રંગથી

 


કલ્પક ગાંધી


Click the link below to download

Ethi J Rang Rang Thi Sghalu Bharyu Hatu Kalpak Gandhi.mp3

 
એથી   જ  રંગ   રંગથી   સઘળું  ભર્યું   હતું
આંખો  મહી   પતંગિયાએ   ઘર   કર્યું  હતું

નભમાં   તરંગો  આમ અમસ્તા  ઊઠે  નહીં
કોનું    ખરીને   પીછું    હવામાં   તર્યું  હતું

ફળિયામાં  ઠેર   ઠેર  પીળાં  પાંદડાં   પડ્યાં
એના   જ   ફરફરાટે   ગગન   ફરફર્યું   હતું

આવીને  પાછું   બેઠ’તું  પંખી    યુગો  પછી
ક્યાં   અમથું  શુષ્ક વૃક્ષ  ભલા  પાંગર્યું  હતું

પોલાણ  ખોલી  બુદબુદાનું  જોયું જ્યાં જરી
એમાંય  એક   આખું   સરોવર    ભર્યું   હતું

આ  શબ્દ  મારા  મૌનને  એવા  ડસી  ગયા
ભમરાએ   જાણે   કાષ્ઠનું   પડ કોતર્યું  હતું

– મનોજ ખંડેરિયા

સ્વર : કલ્પક ગાંધી

સ્વરાંકન :કલ્પક ગાંધી

Older Entries Newer Entries

@Amit Trivedi