સવળા વાતા વાયરા, એની અવળી વાગે ચોટ.

Comments Off on સવળા વાતા વાયરા, એની અવળી વાગે ચોટ.

સવળા વાતા વાયરા, એની અવળી વાગે ચોટ.

ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?

ખીલ્યાં કેસુ ખાખરે, એની વગડે વગડે આગ,
ફૂલડે ફૂલડે ફરી વળે મારું મન જાણે મધમાખ.

ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?

હોળી મહિનો હુલામણો, ઘેર નારી બાળે વેશ,
હું પૂછું નિર્દે નાવલા, તને કેમ ગમે પરદેશ?

ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?

રાતે વસમી ચાંદની ને દા’ડે વસમી લૂ,
વસમી વિરહની શારડી, મન વિચાર કરજે તું.

ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?

નેણ રુવે રાધાના

Comments Off on નેણ રુવે રાધાના

 

નેણ રુવે રાધાના,
જ્યમ નીર વહે સરીતાનાં

એનું પાયલ પ્રીતી શું પાગલ,
એનું ઉર હરણી શું ઘાયલ
ગગને ચમકે રે ચંદ્ર તોયે
શ્યામ મઢુલી મોહીની ચંદ્ર વિનાની

એ ભમતી રે વનરાવન
એ ઝંખતી શ્યામના ચરણને
ફુલાયો ફાલ્યો રે ફાગણ તોયે
કોરી બાંધણી રંગરસીયા વીમા
એમ નેણ રુવે રાધાના
જ્યમ ઝરમર નીર વહે રે ગગનનાં

હું મૌન રહીને

Comments Off on હું મૌન રહીને

 

હું મૌન રહીને એક અનાહત નાદ ગજવી જાણું છું;
ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.

મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું;
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.

હું ફૂલ ખિલાવી જાણું છું ફૂલબાગ લગાવી જાણું છું;
ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર હું ભસ્મ બનાવી જાણું છું.

કોઇ ધરમ નથી કોઇ કરમ નથી કોઇ જ્ઞાન નથી અજ્ઞાન નથી,
તું બુદ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું.

અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહીં આવે,
હું એમ તો મારા અનુભવમાં ઇશ્વરને લાવી જાણું છું.

હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે,
તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું.

તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે,
તું આગ લગાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.

ઓ પ્રેમ-રમતના રમનારા, તું પ્રેમ-રમતને શું સમજે !
તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.

આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સ્હેલ નથી,
હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.

  • શયદા

સ્વર : નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી

આ નહી તારું કામ….

Comments Off on આ નહી તારું કામ….

 

આ નહી તારું કામ રેહવા દે
પ્રેમી ગામે મુકામ રેહવા દે

તું ઉમળકાને બધા વેડફ નહી
એક  જણ માટે બધા રહેવા  દે

ગોકુળની માટીને ખુલાસા દેવાના
આ શોભાત નથી રે શ્યામ રહે છે

પ્રેમમાં એ શર્ત છે ઝુકાવું પડે
પણ આ રીતે દંડવત પ્રાણમ રહે

  • હિતેન આનંદપરા

સ્વર આલાપ દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ

… તને પ્રેમ કરું છું

Comments Off on … તને પ્રેમ કરું છું

 

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

આકાશ હવે આવડું અમથું નાનકું લાગે
ધરતી હવે જાણે કે પરમાણું લાગે
મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાં
આવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેંવાં
પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં
વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું

ખડક થાઉં તોયે હવે તો તારા વિના
રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું .

– જગદીશ જોશી

સ્વર – સંગીત : આશિત દેસાઇ

Older Entries Newer Entries

@Amit Trivedi