ફરી દૃશ્ય, દૃષ્ટિ દિશાઓ બદલશે

Comments Off on ફરી દૃશ્ય, દૃષ્ટિ દિશાઓ બદલશે

 

 

ફરી દૃશ્ય, દૃષ્ટિ દિશાઓ બદલશે,
ફરી નૈન નમણાં નજારા નિરખશે!

ફરી એક જૂની વસાહત મળી છે
ફરી થોડાં ઇચ્છાના કંકાલ જડશે.

ફરી એક અજંપાનો સૂરજ ઉગ્યો છે
ફરી સાંજ ઢળતાં સુધી શ્વાસ તપશે !

ફરી જૂઠની વાટે નીકળી પડાયું
ફરી નવ્ય સત્યોનો રસ્તો ઉઘડશે !

ફરીથી હું પિંજરમાં મોહી પડી છું
ફરી મારી ઉડવાની ઈચ્છા રઝળશે!

-શબનમ

સ્વર : ડો ભરત પટેલ
સ્વરાકંન : ડો ભરત પટેલ

જા રે કોયલડી આંબલીયે જા

Comments Off on જા રે કોયલડી આંબલીયે જા

 

 

જા રે કોયલડી આંબલીયે જા
મહિયર ની માયા મેલી દે ને મીઠડી
જા તારા પ્રિયતમની સાથે રે જા
મહિયર છોડીને તારે સાસરિયે જા

લીલુડા વનની ઓ રે કોયલડી
પ્રીતના રે ટહુકા વેરજે કોયલડી
માવડીના કાળજાનો કટકો કોયલડી
અંતરના આશિષ ઝીલજે કોયલડી

આંબલિયે મહોરશે મીઠી રે મંજરી
હૈયાના હેતે વાગે ‌પ્રીતની રે ખંજરી
સ્નેહ ની સુવાસ લઈ સાસરિયે સંચરી
ગુણલા‌નો દાયજો દીપાવજે કોયલડી..

-મહેશ સોલંકી “બેનામ”

સ્વર : પ્રગતિ મહેતા વોરા

સ્વરાંકન : અબ્દુલભાઈ ખાવરા

રાધાની વેદના તો દુનિયા એ જાણી

Comments Off on રાધાની વેદના તો દુનિયા એ જાણી

 

 

રાધાની વેદના તો દુનિયા એ જાણી પણ માધવની વેદના અજાણી
હૈયા ના ગોખ મહી સાચવી ને રાખી ને હોઠ પર ક્યારેય ના આણી

રાધા એ શબ્દોના બાણ ઘણા માર્યા પણ માધવ ના ખોલે કંઈ વાણી
વાંસળીના સ્વરમાં પણ વહેતી ના મુકે એ, માધવ તો મનના બંધાણી

માધવની નજરો માં છાનું છાનું જોયું ત્યાં ઝાંખી એ મુજને દેખાણી
ઝળું ઝળું સાવ થતી આંખોમાં વાદળ ને વાદળમાં વેદનાના પાણી

રાધા રે રાધા આ મૂંગા તે માધવની વેદના છે તુજ થી અજાણી
તારી તે પીડાના કોચલામાં તુજને એ કદીયે ના થોડી સમજાણી?!

એક વાર માધવના મનને તું વાંચજે ખૂટશેના આંખોના પાણી
“શ્રાવણી” તો શ્રાવણના જળમાં જઈ ડૂબી કે કોણ એને બ્હાર લેશે તાણી?

– પૂજ્ય ઈંદિરાબેટીજી

સ્વર : કલ્પક ગાંધી
સ્વરાંકન : કલ્પક ગાંધી

Courtesy : શ્રી વિપિનભાઈ શાહ USA હાલ વડોદરા

સાધો, હરિ સંગે હરીફાઈ

Comments Off on સાધો, હરિ સંગે હરીફાઈ

 

 

સાધો, હરિ સંગે હરીફાઈ
જીતી જશું તો હરિ જીત્યાની ક૨શું આપબડાઈ. સાધો.

હારી જઈશું તો ઇડરિયો
ગઢ ધરશું હરિચરણે,
કામદૂધા દોહી દોહી
હરિરસ ભરશું બોઘરણે…

ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ સાધો.

અનંતની ચોપાટ પાથરી
હરિએ ફેંક્યા પાસા,
અમે જીત્યા તો ઢોલ વજાડો
હરિ જીતે તો ત્રાંસા.

છેક છેવટ હાર કબૂલી જાશું સ-રસ રિસાઈ. સાધો.

-હરીશ મીનાશ્રુ

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ

ચોખલિયાળી ચુંદડીમાં ચમકે છે આભલા ને

Comments Off on ચોખલિયાળી ચુંદડીમાં ચમકે છે આભલા ને

 

 

આભલામાં ઘૂમે આખું આભ રે
ગબ્બરમાં ઘૂમે મોરી માત રે
આભલામાં ઘૂમે આખું આભ રે

એક એક ગરબામાં એક એક દીવડો
તાળી તણા તાલ સંગ રમતો લાગે ઘણો
ઘાઘરાના ઘેરમહીં ઘમકે છે ઘૂઘરી ને
ઘૂઘરીમાં ઘૂમે રૂડી ભાત રે

ગબ્બરમાં ઘૂમે મોરી માત રે
આભલામાં ઘૂમે આખું આભ રે

સેંથીએ ઉષાના રંગ છલકે ઉમંગ અંગ
કોકિલમા કંઠ મહીં સરતો મીઠો તરંગ
કંકણના રણકારે રણકે છે રાગિણી ને
રાગણીમાં ઘૂમે આખી રાત રે

ગબ્બરમાં ઘૂમે મોરી માત રે
આભલામાં ઘૂમે આખું આભ રે

-મહેશ સોલંકી

સ્વર : ગાર્ગી વોરા, નિગમ ઉપાધ્યાય
સ્વરાંકન : ડો. ભરત પટેલ

Older Entries Newer Entries

@Amit Trivedi