સભર સુરાહી લલિત લચક

Comments Off on સભર સુરાહી લલિત લચક

 


 

સભર સુરાહી લલિત લચક કટિ કોમલ સ્કંધા ગઝલ
વનવન ભમતાં મિલત અતર્કિત  યોજનગંધા  ગઝલ

લખ ચોરાસી લખત લખત ચખ વેધત રે લખ સકલ
અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ

ચાક  ગરેબા  બેબાક   દિશા    દામન  દર  દર  ઉડે
અષ્ટ પાશ  આકાશ  ઉડાવત   ત્રૂટિત  ફંદા  ગઝલ.

સાંસ ઉસાસ ચલાવત ધૂવત ઝિલમિલ સાતો ગગન
વિઁહસ વિઁહસ કરતાલ નચાવત, ગાવત બંદા ગઝલ

કઁહ લગ રૂઠો માન કરો અતિ, મુખ મચકોડો અલગ
સૂર મિલાવી  ગાવો  પ્રિયજન,  સતચિતનંદા  ગઝલ

-રાજેન્દ્ર શુકલ

સ્વર :સૌમિલ મુનશી અને શ્યામલ મુનશી
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

આજ આ રાતને શું થયું …

Comments Off on આજ આ રાતને શું થયું …

 

 

આજ આ રાતને શું થયું કે અરે
એય તે દુ:ખ થઈને અહીં છાઈ રહી…
ચરણ પણ લથડતાં આ હવાનાં હવે
ને ઘટાએ કરૂણ ગીત ગાઈ રહી
આજ આ રાતને.……

અતીતનાં સ્મરણનો બોજ થઈ કારમો
વાદળાઓ ઝઝુમી રહ્યાં કયારનાં
ઠોકરો ખાઇ રહેતાં કદમ્બને પૂછો
હોય શા હરપળે અનુભવ પ્યારનાં
જીવમાં ગ્રીષ્મની જલન ને જલપ્રલય
મેઘલી રાત આજે નિચોવાઈ રહી
આજ આ રાતને…..

આ પળે આ સ્થળે ના કશુંયે સૂઝે
ઓથ અમથીય તે કોઇની ના મળે
બહાવરી બહાવરી આંખ ભમતી અને
સ્વપ્નનું શિખર આ ધૂળ થઈને ઢળે
મોત આવે નહીં ને અહીં જિંદગી
રોજની વાત વાતે વગોવાઈ રહી
આજ આ રાતને.…….

-સુરેશ દલાલ

સ્વર : હંસા દવે
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

કેવા રે મળેલાં મનનાં મેળ

Comments Off on કેવા રે મળેલાં મનનાં મેળ

 

 

કેવા રે મળેલાં મનનાં મેળ
રૂદિયાના રાજા કેવા રે મળેલાં મનનાં મેળ
ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાની જાળી
જેવી માંડવે વીંટાય નાગરવેલ
રૂદિયાની રાણી એવા રે મળેલા મનના મેળ

તુંબુ ને જંતરની વાણી
કાંઠાને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ સોહે સંધ્યાવેળ
રૂદિયાના રાજા એવા રે મળેલાં મનનાં મેળ.

સંગનો ઉમંગ માણી
જીંદગીને જીવી જાણી
એક રે કયારામાં જેવા ઝૂકયાં ચંપોકેળ
રૂદિયાના રાજા એવા રે મળેલા મનના મેળ.

-બાલમુકુન્દ દવે

સ્વર :જનાર્દન રાવળ અને હર્ષદા રાવળ

હે જી વહાલા, સાવરે અધુરૂં મારૂં આયખું

Comments Off on હે જી વહાલા, સાવરે અધુરૂં મારૂં આયખું

 

 

હે જી વહાલા, સાવરે અધુરૂં મારૂં આયખું
હે જી એનાં બાકી છે રે કોડ અપરંપાર
હે જી વહાલા

ભાઈ એને ગગન ભરીને દીધો વાયરો
તોયે એના ખૂટે છે રે શ્વાસ વારંવાર રે
હે જી વ્હાલા

ભાઇ એને સાતે સાગર પાણીડાં સીંચવતા
તો યે એની આંખ્યુંમાં છે આંસુડા બે ચાર રે
હે જી વ્હાલા

ભાઈ એતો સૂરજ ચાંદાને તેજે ઉજળું
તોયે એની ભીતર છે કાળો અંધકાર રે
હે જી વ્હાલા

ભાઈ એ તો અનંતનો અંત લાવે નામથી
હે જી એણે નિરંજનને કીધો છે સાકર રે
હે જી વ્હાલા

-નિનુ મજમુદાર

સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

માધવે રાધા જમાં અધરે ધરી

Comments Off on માધવે રાધા જમાં અધરે ધરી

 

 

માધવે રાધા જમાં અધરે ધરી કે આખી
વાંસળીની જેમ ઉઠી વાગી.
સાત સાત સૂરના મેઘના ધનુષ જેમ
રોમ રોમ રાગીણી જાગી

સાત સાત સૂરોનું ગૂંથેલું મોરપીંછ
જેવું જરાક નમી ઝૂકયું
પ્રેમને જરાક પાન આખુંય સામ ગાન
વેધ વેધ વેદ જેમ ફૂંકયું
વેગળી કરે છે તોય વાગે છે મોરલી
એકલીય માધવની રાગી !

ફૂંકે તે સૂર સૂર, ઝીલે તે સૂર સૂર
સૂર સૂર શ્યામ અને રાધા
ખીલ્યું છે સૂરધનુ આંખમાં અગાધ એમાં
ઓગળે છે દૈત આધા આધા
સૂરને ત્રિભંગ સોહે મોહે વરમાંડ, આજ
અદકું કંઈ વિશ્વ વરણાગી …

-ઉશનસ્

સ્વર :આરતી દવે
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા

Older Entries Newer Entries

@Amit Trivedi