નવે નગરથી ચોળ ચૂંદડી વાપરી

Comments Off on નવે નગરથી ચોળ ચૂંદડી વાપરી

 

 

નવે નગરથી ચોળ ચૂંદડી વાપરી
આવી રે અમારલે દેશ રે
વોરો રે દાદા ચૂંદડી

ચૂંદડિયું ને ચારે છેડે ઘૂઘરી
વચમાં આલેખ્યાં ઝીણાં મોર રે
વોરો રે દાદા ચૂંદડી

સંકેલું ત્યાં ઘમકે રૂડી ઘૂઘરી
ઉખેળું ત્યાં ટહુકે ઝીણાં મોર રે
વોરો રે કાકા ચુંદડી

રંગ દેરી ચુનરી રંગ દે રંગરંજવા
ચુનરી જો પિયા મન ભાઈ લો
આઇ લો મોરે મંદિરવા
મનકે ભાવનવા….. રંગદેરી

અમદાવાદી ચોળ ચૂંદડી વાપરી
આવી રે અમારલે દેશ રે
વોરો રે દાદા ચૂંદડી

સંકેલું યાં ઘમકે રૂડી ઘૂઘરી
ઉખેળું ત્યાં જગમોહનની ભાત રે
વોરો રે કાકા ચૂંદડી

સજહું સિંગાર મૈતો સાજન સાજન પાઇ લો
જો પિયા ઘર આવે આનંદ બધાઈ ગાઇ લો
આઈ લો મોરે મંદિરવા, મન કે ભાવનવા….. રંગદેરી …

ચંદડિયું ને ચારે છેડે ઘૂઘરી
વચમાં આલેખી પોપટ વેલ રે
વોરો રે મામા ચૂંદડી

સંકેલું ત્યાં ચમકે રૂડી ઘૂઘરી
ઉખેળું ત્યાં પોપટ બોલે વેણ રે
વોરો રે મામા ચૂંદડી

– લોકગીત / પારંપારિક

રાતી રાતી પારેવાની આંખડી

Comments Off on રાતી રાતી પારેવાની આંખડી

રાતી રાતી પારેવાની આંખડી
ઝમકારા લાલ ઝમકારા,
ચટક ચણોઠી રાતી ચોળ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો રાતોજી

લાલ રતન પૂરવમાં વેર્યાં
સૂરખી અદ્દભૂત ઊંડી રે
આથમણી મનમોજી રંગત
છલકે ત્રાંબાકુડી રે……. ઝમકારાલાલ

નયણાં નભને ઝીલે જોડા જોડ
ચટક ચણોઠી રાતી ચોળ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો રાતોજી….. રાતી

અત્તરની ફોરમ મેંદીના
અંતરમાં મતવાલી રે
લીલો રંગ લપાવી બેઠો
લાજ શરમની લાલી રે….. ઝમકારાલાલ

મનડું મેંદીનો ઝીણો છોડ
ચટક ચણોઠી રાતી ચોળ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો રાતોજી.

– સ્વ. વેણીભાઈ પુરોહિત

સ્વરઃ વિભા દેસાઈ

લે ચલ જરાક આવ …

Comments Off on લે ચલ જરાક આવ …

 


 

લે ચલ  જરાક  આવ જરા બેસ જામ લે
બેબાક રહી શકાય  એ   રીતે  જ કામ લે

મણકા ગણી ગણી ને કોઇ   જીતતું  નથી
અસ્તિત્વ   લાવ  હોડમાં  મેલીને  દાવ લે

દુનિયાની  રીતમાં  આ  સંબંધો સમાય ના
ઠપકોયે  દઈ  દીયે  અને  એનાં  ઈનામ લે

મારા મુખે એ  નામ ભલા કઈ  રીતે  ચડે?
આ માશુકા  કેવી રીતે દિલબર નું નામ લે

-ધૃવ ભટ્ટ
 
સ્વર :હાર્દિકા દવે
સ્વરાંકન :પિયુષ દવે

રેકોર્ડિંગ : કથન રેકોર્ડિંગ સ્ટુડિયો, જુનાગઢ

Newer Entries

@Amit Trivedi