લલિત ત્રિવેદી

Comments Off on લલિત ત્રિવેદી

કિયે તે  બારણેથી  ઘરમાં  પધાર્યા રાણી – ?
–  અમે   તો  ઓટલે  બેઠા’તા રાખી અંધાણી

ગયા  તો લઈને  ગયા આગવી સમજ શાણી
ધર્યો  જો  હોત  ખોબલો  તરી  શકત   પાણી 

રદીફ  કાફિયાના    ઢોલ   છે   નગારાં  છે …
ગઝલ  તો  ખૂણામાં બેઠી   છે ઘૂમટો  તાણી !

સુખી   સુખી   અને  સંપન્ન  કુટુંબ   લાગે  છે
હસીખુશીથી  પીએ – ખાય  ધૂળ  ને  ધાણી ! 

છે    શૂરવીર    વટાવે   જે    શ્હેરની  સડકો
અને  કરે  જે  ઘરમાં  આવી વ્હાલની લ્હાણી ! 

લગાડો  લાહય   અને સજ્જ થઈ સુણો, મિત્રો
કવિના  શબ્દમાંથી     થાય   છે   નભોવાણી 

હતુ   શું  એવું  કે   ઝિલાઈ  નહિ  અમારાથી –
– કદીક  પાછલા પ્હોરે   પ્રગટ થતી   વાણી .. 

–  લલિત ત્રિવેદી

ગની દહીંવાલા

Comments Off on ગની દહીંવાલા

ગાય    છે    ને  ઘૂમે  છે  એમ  જિંદગી  મારી
રાત્રિએ   દળે    દળણાં   જેમ  કોઈ  દુખિયારી

 એમ  તું    વિચારોને   ભૂલવા   ચહે   છે  મન
ત્યાગની    કરે   વાતો    જેમ    કોઈ   સંસારી 

રંગ    એ    રીતે     પુર્યા    કુદરતે   પતંગામાં
 જે   રીતે  ચિતા  આગળ  હો  સતિને શણગારી 

પૂર્વમાં    સરિત –   કાંઠે    એમ    સૂર્ય   ઉગ્યો
 છે  બેડલું   ગઈ  ભૂલી  જાણે  કોઈ  પનિહારી !

 એ   રીતે   પડી   આંટી   મારી   હસ્ત રેખામાં
ગૂંચવાઈ    ગઈ   જાણે   જોઈને    દયા  તારી 

બુદ્ધિ    આજ એ  રી તે  લાગણી  ને  વશ  થઈ
જઈ  થઢે   ઉષા  ચરણે   જેમ   રાત   અંધારી

તાપ  કં ઈ ગની એવો   જિંદગી  ખમી  રહી છે
થઈ  ગઈ  છે   વર્ષાની  જાણે   પૂર્વ    તૈયારી. 

– ગની દહીંવાલા

વિવેક મનહર ટેલર

Comments Off on વિવેક મનહર ટેલર

મનાવી   ના   શકે  તું   એ   રીતે   ક્યારેય  નહીં રૂઠું
છતાં   માનું   નહીં   તો  માનજે   એ   રુસણું  તું જૂઠું. 

ઉઘાડો   તો  ખબર   પડશે   છે  પાનાં  યાદનાં કેવાં ?
ઉપર  તો   માત્ર   દેખાશે  સદા  બરછટ , કઠણ   પૂંઠું 

દીવાલો   ફાડીને  જો    પીપળો    ઊગી  શકે  છે  તો
કદી  શું    કોઈ   મોસમમાં   નહીં  પર્ણાય   આ  ઠૂંઠું?!

સરાણે   શ્વાસની   કાયમ  અમે  શબ્દોની   કાઢી  ધાર
ફક્ત   એ   કારણે   કે    કાવ્ય  કોઈ   ના    રહે   બૂઠું.

અને  એકાદ  દિવસે  ઊંઘ  થોડી  લાં …બી થઈ જાશે ,
મને    ઊઠાડવાને    માટે   મથશે   તું , નહીં    ઊઠું !

–  વિવેક મનહર ટેલર

ભગવતીકુમાર શર્મા

Comments Off on ભગવતીકુમાર શર્મા

ધ્રુમરેખા     મુજથીયે     આગળ     હશે
ને    થીજેલાં    અશ્રુઓ    પાછળ   હશે

હું   ધુમ્મસના  પંખીની  પાંખે  ઊડું   છું
મેં   જોયા   થીજેલા   ધુમાડાના    ટાપુ

પરીઓ કથા ત્યજીને ગગનમાં ઊડી  ગઈ
 બાકી  છે આગ ઓકતા રાક્ષસની  વારતા

ગળી  ગયો  છું હું ધુમ્મસની કૈં સુરાહીઓ
 કે  લાલ  રંગની ઉચ્છવાસમાં વરાળ પડે

માણસ  કહેવા બેઠો  છે માણસની વારતા
 તડકાની   મિશ્રઝાંયની   ધુમ્મસ  વારતા

– ભગવતીકુમાર શર્મા

ખલીલ ધનતેજવી

Comments Off on ખલીલ ધનતેજવી

એના  ઘરની  એક બારી મારા ઘર  સામે હતી
મારી જે  દુનિયા  હતી મારી નજર સામે  હતી

એક   સરખો  ગર્વ  બંનેને  હતો  વ્યક્તિત્વનો
એક  ઊંડી  ખીણ  પર્વતના શિખર સામે  હતી


રાતે   ચિંતા   કે  સવારે   સૂર્ય  કેવો  ઊગશે
ને  સવારે
,   સાંજ  પડવાની ફિકર સામે  હતી

ને   વસંતોને  ઊમળકાભેર  માણી  લેત પણ
પણ હાય રે
! એક વેંત છેટે પાનખર સામે હતી

હું  જ અંધારાના ડર થી આંખ ના ખોલી શક્યો
એક  સળગતી  મીણબત્તી  રાતભર સામે હતી


મિત્રને  શત્રૂની  વચ્ચોવચ ખલીલ  ઊભો હતો
એક આફત પીઠ  પાછળ એક નજર સામે હતી.

 

          ખલીલ ધનતેજવી

Older Entries Newer Entries

@Amit Trivedi