… જીવતું  રાખે

Comments Off on … જીવતું  રાખે

 


 

Click the link below to download :

Kinarao Alag Rahi Ne.mp3
 
કિનારાઓ   અલગ  રહીને  ઝરણને   જીવતું  રાખે ;
અલગતા  આપણી  એમ  જ  સ્મરણને જીવતું રાખે.

તળાવો    મૃગજળોના  જેમ  રણને   જીવતું  રાખે,
બસ  એ  જ  સ્વપ્ન  તારું એક જણને જીવતું રાખે.

સમયના  સૂર્યનું  ચાલે તો સળાગાવી મૂકે સઘળું,
વ્યથાનાં   વાદળો   વાતાવરણને    જીવતું  રાખે.

કહો ,  એવી   હયાતીને   કોઈ   તકલીફ શું આપે ,
જે   અંદરથી  મરી  જઈ  આવરણને  જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈ એ પણ-
પ્રયાસો  વિસ્મરણના  ખુદ  સ્મરણા ને જીવતું રાખે.

‘રઈશ’  આ  દોસ્તો   તારા  અધૂરા  છે  શિકારીઓ,
ખૂપાવી  તીર  જે   અડધું ,  હરણને   જીવતું  રાખે.

-રઈશ મનીઆર

નયન દેસાઈ

Comments Off on નયન દેસાઈ

પર્વત   પર્વત   ચટ્ટાનો પર ગુમસુમ પડે મીનમેખ નથી
આ  ચાંદની   તારી   યાદોની માસુમ પડે મીનમેખ નથી

આ  દર્પણ  દર્પણનાં ટો ળા આ  ચહેરા  ચહેરા  એકલતા
આ પડછાયાના સરઘસમાં કોઈ બૂમ પડે મીનમેખ નથી

આકાશની  ક્ષિતિજ રેખ ઉપર આ સાંજની  કેવી લાલિમા
હું   હાથ   ધરું છું ઝિલવાને કુમકુમ પડે  મીનમેખ  નથી

તું    ઝાકળનાં   વસ્ત્રો  પહેરી   કૈં   ફૂલ સજીને આવે છે
ને પગલે પગલે અજવાળું પણ ધૂમ પડે મીનમેખ નથી

કૈં   અગણિત બાળકના અશ્રુ ને સ્વપ્નાંઓના ગંજ નીચે
આ  શહેર  દટાયું   છે એવું  માલુમ  પડે મીનમેખ નથી

– નયન દેસાઈ

શિવજી રૂખડા ‘દર્દ’

Comments Off on શિવજી રૂખડા ‘દર્દ’


પાટ પર  પ્હેલા   પધારો  શ્રી ગણેશા
લ્યો , વગાડું   એકતારો   શ્રી ગણેશા

ત્યાં લગી તો   આવવા  માટે  અમોએ
શબ્દનો   લીધો   સહારો   શ્રી ગણેશા

અર્થ  આપો  ધૂપ  ને   ગૂગળ સરીખા
ગંધને   ચોગમ   પ્રસારો   શ્રી ગણેશા

રોજ  વિકટ  વારતા  બનતી  રહે  છે
આપદા સઘળી  નિવારો    શ્રી  ગણેશા

ધન્ય  થાશું   એક  તાજું  ફૂલ મળતાં
કંટકોનો    છે    પથારો    શ્રી ગણેશા

આપણામાં  એક  માણસ  થાય   બેઠો
આપજો  એવા   વિચારો   શ્રી ગણેશા

આ  ગઝલ   બાજોઠ  પર  મૂકી  અમે
‘દર્દ’ની  ગઝલો  મઠારો    શ્રી ગણેશા

– શિવજી રૂખડા ‘દર્દ’

રવીન્દ્ર પારેખ

Comments Off on રવીન્દ્ર પારેખ

તૂટી હો    ભેખડ  પર   ભેખડ
કેમ કરી ત્યાં   કે’વું  કે   રડ !

બીજાને  શું  શોધે   છે   તું ?
સૌથી પહેલા ખુદને તો જડ !

વેચે   તો   પૈ સા દૈ   જાજે –
લૈ જા આજ મને  તું   જાંગડ

વ્હેતી  જાત  હજી રોકી   લે ,
બાકી  તો  શઢ  ઊ ડે ફડફડ

લાગે  છે  લડવું   ના   છોડે
માન ન માન હશે મારું ધડ !

લડવા માટે જાત જ શોધે ?
એવો તે કેવો   તું  અણઘડ

ખુદને ચણવાનું   ચાલે   છે
તેમાં  શ્વાસો  પાડે  છે  તડ

– રવીન્દ્ર પારેખ

ઝટપટ  ખોલો દ્વાર નયનવા

Comments Off on ઝટપટ  ખોલો દ્વાર નયનવા

 

ઝટપટ  ખોલો દ્વાર નયનવા
ભીતર    લાગે ભાર નયનવા

અંધકારથી ટોચે લ્યો થઈ..
ઝલમલ ઝીલી ધાર નયનવા

પાંપણ વચ્ચે   ડૂબી રહ્યા છે
અચરજના વિસ્તાર નયનવા

આકુળ વ્યાકુળ ઉભડક ઉભડક
હ્ર્દય તણા ધબકાર નયનવા

પલક વારમાં કેમ પમાશે…!
અનહદના અણસાર નયનવા

– વંચિત કુકમાવાલા

 

Older Entries Newer Entries

@Amit Trivedi