સામળિયો મુંજો સગો

Comments Off on સામળિયો મુંજો સગો

 


 

સામળિયો મુંજો સગો, પાતળિયો મુંજો પ્રાણ
નંદના લાલન સે નીંદરડી મેં નેડો લગો……….

હું રે જાતી’તી ગાંધી કેરે હાટડે, વા’લા
મહેકે ગાંધી કેરે હાટમેં લાલન સગો.. નંદના લાલનસે …..

સામળા સારુ ધ્રોડી ધ્રોડી થકી, વા’લા
મુને વડલે વિસામો વલો લગો-……. નંદના લાલનસે …..

જળ રે જમુનાનાં ભરવાને ગિયાં’તાં, બેલી
સુરતા ચૂકીને બેડો ભગો.. ……… નંદના લાલનસે …..

બાઈ મીરાં કે ગિરધરના ગુણે જીવો
સંતના ચરણમાં ચિત લગો…. નંદના લાલનસે …..
સામળિયો મુંજો લગો

-મીરાંબાઈ

સ્વરઃ આરતી મુનશી
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

મનડું વીંધાણું રાણા

Comments Off on મનડું વીંધાણું રાણા

 


 

મનડું વીંધાણું રાણા
ચિત્તડું ચોરાણું રાણા શું રે કરું
વિષ પીધે રાણા ના રે મરું

નીંદા કરે છે મારી નગરીના લોક રાણા
તારી શીખામણ હવે મારે મન ફોક રાણા
ચિત્તડું ચોરાણું રાણા શું રે કરું

ભૂલી રે ભૂલી હું તો ઘરનાં રે કામ રાણા
ભોજન ના ભાવે નયણે નીંદ હરામ રાણા
ચિત્તડું ચોરાણું રાણા શું રે કરું

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર ના ગુણ વ્હાલા
પ્રભુને ભજીને હું તો થઈ ગઈ ન્યાલ રાણા
ચિત્તડું ચોરાણું રાણા શું રે કરું

-મીરાંબાઈ

સ્વર :બંસરી ભટ્ટ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

કાજળના અંધકારે

Comments Off on કાજળના અંધકારે

 

 

કાજળના અંધકારે કાજળની કીકી થકી
કાજળનાં લેખ અમે વાંચ્યા.
ધરતીની ભોંયે નહીં ઝાંઝર ઝમકાર નહીં
અમે પાની વિનાનાં એવા નાચ્યાં
કાજળના અંધકારે…

પાણીનું કોડિયું ને પાણીની વાટ લહી
પાણીની જ્યોત દીપ ફૂટયો
પાણીનાં મહેલમાં પાણીનાં તેજ અને
પાણી પવનથી બૂઝયો
સૂરજના કંઠ સોહે એવો એક હાર રચ્યો
બુદ બુદનાં મોતી અમે ગાંઠયાં
કાજળનાં અંધકારે…

આકાશી વાદળાંની આકાશી ધાર અમે
આકાશી ભોમ પરે ઝીલી
આગળ ને પાછળ પાછળ ને આગળ
આકાશી હરિયાળી ખીલી
મૃગલાં ને ડૂબવે ચારે કોર ઘૂઘવે
એ મૃગજળનાં પૂરને
કંઈ નહીં ના હાથ થકી નાથ્યાં
કાજળના અંધકારે…

-પ્રિયકાન્ત મણિયાર

સ્વર : વિરાજ ઉપાધ્યાય અને બિજલ ઉપાધ્યાય
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા

આજ મ્હારા હૈયામાં

Comments Off on આજ મ્હારા હૈયામાં

 


 

આજ મ્હારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે
પિચકારી મારો નહીં, ગિરધારી લાલ રે…આજ

તારા તે કાળજાને કેસૂડે લાલ લાલ
ઝૂલે મારા અંતરની ડાળ
રોમ આ રંગાય મ્હારું તારી તે આંખના
ઊડતા અણસાર ને ગુલાલ
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે…પિચકારી
આજ હારા હૈયામાં…

મીઠેરી મુરલીના સૂરતણી ધાર થકી
ભીનું મ્હારા આયખાનું પોત
અંતરને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે…પિચકારી
આજ હારા હૈયામાં…

-સુરેશ દલાલ

સ્વરઃ માલિની નાયક
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

દરિયામાં હોય એને મોતી કહેવાય

Comments Off on દરિયામાં હોય એને મોતી કહેવાય

 


 

દરિયામાં હોય એને મોતી કહેવાય
તો આંખોમાં હોય તેને શું ?
અમે પૂછ્યું, લે બોલ હવે તું .…

પંખી વછોઈ કોઈ એકલી જગાને
તમે માળો કહેશો કે બખોલ ?
જોવાતી હોય કોઈ આવ્યાની વાટ
ત્યારે ભણકારા વાગે કે ઢોલ ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે
ઝાડવામાં ઊગી છું હું ?
અમે પૂછયું, લે બોલ હવે તું ..

ઊચી ઘોડી ને એનો ઊંચો અસવાર
એના મારગ મોટા કે કોલ મોટા ?
દરિયા તરવાની હોડ માંડે તો દરિયાનું
પાણી જીતે કે પરપોટા ?
સૂરજ ન હોય તેવી રીતે ઝિંકાય છે એ
તડકાઓ હોય છે કે લૂ ?
અમે પૂછયું, લે બોલ હવે તું …

-રમેશ પારેખ

સ્વરઃ અમર ભટ્ટ
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા

Older Entries

@Amit Trivedi