લાગણીની વ્યગ્રતા છે..

Comments Off on લાગણીની વ્યગ્રતા છે..

 


 

લાગણીની     વ્યગ્રતા   છે    ટેરવાં,
બંધ   દ્વારોની    વ્યથા  છે    ટેરવાં.

ખાનગી    સંબંધના    છે   ખેપિયા,
ખૂબ   જોકે    બોલકાં   છે    ટેરવાં.

ભેદ   પૂરા  હાથનો  જાણ્યા   પછી,
રાત   દિ’ જાગ્રત  રહ્યા   છે   ટેરવાં.

આંખમાં ભીનાશ  છે  ઊભરી હતી,
એ   બધીયે  પી   ગયા    છે   ટેરવાં.

હોઠમાં   ખુશબૂ   ભરી   છે  ફૂલની,
કેટલાં   મઘમઘ   થયાં   છે    ટેરવાં.

-કૈલાસ પંડિત

સ્વરઃ શેખર સેન

હો પિયા તોરી લાગી રે લગન

Comments Off on હો પિયા તોરી લાગી રે લગન

 

 

હો પિયા તોરી લાગી રે લગન
રૈન રે ઝુમેલી બરખન માસની
રૂમઝુમ રેલ્યો અંધકાર

ભીને રે અંચલ જામતી રાનમાં
ધરતી ફૂલ ગંધ ભાર
વીજને તેજે તે નીરખું પંથને
ઉરમાં એક રે અગન …લાગી રે લગન પિયા

તમરાં બોલે છે તરુવર પુંજમાં
જલપે ઝરણાં હજાર
અડધી રાતે રે મનનો મોરલો
મારો ગાય મલ્હાર
આભ રે વિટાયું અવનિ અંગને
એવા મિલને મગન….. લાગી રે લગન પિયા

-રાજેન્દ્ર શાહ

સ્વર : હેમા દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

આજ રિસાઈ અકારણ રાધા…

Comments Off on આજ રિસાઈ અકારણ રાધા…

 

 

આજ રિસાઈ અકારણ રાધા…
આજ રિસાઈ અકારણ
બોલકણી એ મૂંગી થઇ ને
મૂંગું એનું મારણ

મોરલીના સૂર છેડે માધવ
વિધ વિધ રીતે મનાવે
નીલ-ભૂરા નીજ મોરપિંછને
ગોરા ગાલ લગાવે
આજ જવાને કોઇ બહાને
નેણથી નીતરે શ્રાવણ

છાની છેડ કરે છોગાળો
જાય વળી સંતાઈ
તોય ન રીઝે રાધા કહાનનું
કાળજું જાય કંતાઈ
થાય રે આજે શામળિયાને
અંતરમાં અકળામણ
રાધા આજ રિસાઈ અકારણ

આજ રીસાઇ અકારણ
રાધા… આજ રિસાઈ અકારણ

-સુરેશ દલાલ

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિઆ

માધવ ! વળતા આજ્યો હો !

Comments Off on માધવ ! વળતા આજ્યો હો !

 

 

માધવ ! વળતા આજ્યો હો !
એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હશે

રાજમુગુટ પહેરો કે મોટા કરો ધનુષટંકાર
મોરપિ૨છ ધરી જમુના કાંઠે વેણુ વાજ્યો હો

અમને રૂપ હૃદય એક વસિયું ગમાર કયો તો સહેશું
માખણ ચોરી નાચણ પગલે નેણ લગાજયો હો

રોકી કોણ શકે તમને પ્રભુ રાખી પ્રાણ પરાણે
જોશું વાટ, અમારા વાવડ કદી પુછાજ્યો હો…

-મકરન્દ દવે

સ્વરઃ મૃદુલા પરીખ
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા

હે સખિ મુને વહાલા રે સુંદર શામળો રે

Comments Off on હે સખિ મુને વહાલા રે સુંદર શામળો રે

 

 

હે સખિ મુને વહાલા રે સુંદર શામળો રે
કે શી કરૂં વ્હાલપણાંની વાત
વિવેકરૂપી વિસરતો નથી કે
ઘડી ઘડી પલ દિન ન રાત

સારા ઉસાસે રાખી મુન સાંભરે
ગોવિંદ ઉપર ઘણો છે ભાવ મુને
એના વિના રે કાંઇ નથી ગમતું
કે લઉં એની સુંદરતાનો લ્હાવ

મનડું માણે છે એની મોહનિય
ચંચળ ચિતડું આરે ચળે નહિ
આંખ તો ઠરી છે એની ઉપર
કે હેત હરી હૃદય કમલની માંહી

પ્રભુજી પધારો મંદિર માંહી
વ્હાલા કેમ વસી રહ્યાં વાટે
નિરાંતના સ્વામી સમરત શ્રી હરિ
કે વ્હાલે મારે પૂરી મનની આશ
હે સખિ મુને

-‘નિરાંત’

સ્વરઃ સુધા દિવેટીઆ
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિઆ

Older Entries

@Amit Trivedi