આપણે ભરોસે આપણે…

Comments Off on આપણે ભરોસે આપણે…

 

 

આપણે ભરોસે આપણે ચાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે ચાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે ચાલીએ.

ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, – હો ભેરુ …

બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, – હો ભેરુ…

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર?
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, – હો ભેરુ ….

– પ્રહલાદ પારેખ

સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાંકન : પરેશ ભટ્ટ

અખંડ ઝાલર વાગે

Comments Off on અખંડ ઝાલર વાગે

 


 

અખંડ ઝાલર વાગે ઘટ મેં
અખંડ ઝાલર વાગે

નિદ્રાધીન જીવ જાગે ઘટ મેં
અખંડ ઝાલર વાગે.

એક બળે છે એવો દીવો
અંધારાનો એ મરજીવો
અખંડ સાગર તાગે ઘટ મેં
અખંડ ઝાલર વાગે.

પંડિતનો અહીં કશોય ખપ ના
અખંડ ચાલે તારી રટણા.
કાંઈ કશું નવ માગે ઘટ મેં
અખંડ ઝાલર વાગે.

-સુરેશ દલાલ

( ઉગારામની પંક્તિ પરથી )

સ્વરઃ પાર્થિવ ગોહિલ
સ્વરાંકન : ચંદુભાઈ મટાણી

લાગણીની વ્યગ્રતા છે..

Comments Off on લાગણીની વ્યગ્રતા છે..

 


 

લાગણીની     વ્યગ્રતા   છે    ટેરવાં,
બંધ   દ્વારોની    વ્યથા  છે    ટેરવાં.

ખાનગી    સંબંધના    છે   ખેપિયા,
ખૂબ   જોકે    બોલકાં   છે    ટેરવાં.

ભેદ   પૂરા  હાથનો  જાણ્યા   પછી,
રાત   દિ’ જાગ્રત  રહ્યા   છે   ટેરવાં.

આંખમાં ભીનાશ  છે  ઊભરી હતી,
એ   બધીયે  પી   ગયા    છે   ટેરવાં.

હોઠમાં   ખુશબૂ   ભરી   છે  ફૂલની,
કેટલાં   મઘમઘ   થયાં   છે    ટેરવાં.

-કૈલાસ પંડિત

સ્વરઃ શેખર સેન

હો પિયા તોરી લાગી રે લગન

Comments Off on હો પિયા તોરી લાગી રે લગન

 

 

હો પિયા તોરી લાગી રે લગન
રૈન રે ઝુમેલી બરખન માસની
રૂમઝુમ રેલ્યો અંધકાર

ભીને રે અંચલ જામતી રાનમાં
ધરતી ફૂલ ગંધ ભાર
વીજને તેજે તે નીરખું પંથને
ઉરમાં એક રે અગન …લાગી રે લગન પિયા

તમરાં બોલે છે તરુવર પુંજમાં
જલપે ઝરણાં હજાર
અડધી રાતે રે મનનો મોરલો
મારો ગાય મલ્હાર
આભ રે વિટાયું અવનિ અંગને
એવા મિલને મગન….. લાગી રે લગન પિયા

-રાજેન્દ્ર શાહ

સ્વર : હેમા દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

આજ રિસાઈ અકારણ રાધા…

Comments Off on આજ રિસાઈ અકારણ રાધા…

 

 

આજ રિસાઈ અકારણ રાધા…
આજ રિસાઈ અકારણ
બોલકણી એ મૂંગી થઇ ને
મૂંગું એનું મારણ

મોરલીના સૂર છેડે માધવ
વિધ વિધ રીતે મનાવે
નીલ-ભૂરા નીજ મોરપિંછને
ગોરા ગાલ લગાવે
આજ જવાને કોઇ બહાને
નેણથી નીતરે શ્રાવણ

છાની છેડ કરે છોગાળો
જાય વળી સંતાઈ
તોય ન રીઝે રાધા કહાનનું
કાળજું જાય કંતાઈ
થાય રે આજે શામળિયાને
અંતરમાં અકળામણ
રાધા આજ રિસાઈ અકારણ

આજ રીસાઇ અકારણ
રાધા… આજ રિસાઈ અકારણ

-સુરેશ દલાલ

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિઆ

Older Entries Newer Entries

@Amit Trivedi