સહેજ અટકુંને પછી અંજળ લખું

Comments Off on સહેજ અટકુંને પછી અંજળ લખું

 

 

સહેજ અટકુંને પછી અંજળ  લખું,
રોજ તારું નામ લઇ મૃગજળ લખું.

આ  નદી   દરિયો   સરોવર  વીરડો
શબ્દની આગળ બધું  નિર્જળ લખું.

સાવ    પીળું    જીર્ણ    છૂટું  પાંદડું,
આજ હું એની ઉપર  ઝાકળ લખું.

આજ   ઘરને   કોઇ દરવાજો નથી,
આગમનની  યાદીમાં  અટકળ લખું.

રાહ  તારા   પત્રની   જોયા   પછી,
થાય કે  મારા  ઉપર  કાગળ   લખું.

-હર્ષદ ચંદારાણા

સ્વર:આશિત દેસાઇ
સ્વરાંકન : આશિત દેસાઇ

બસ એક વેળા નજરથી ટકરાય

Comments Off on બસ એક વેળા નજરથી ટકરાય

 

 

બસ એક વેળા નજરથી ટકરાય જો તારી નજર
બસ એક વેળા નજરથી ટકરાય જો તારી નજર
તણખા ઝરે કે ફૂલડાં એ ફેંસલો મંજૂર છે
બસ એક વેળા નજરથી ટકરાય જો તારી નજર
બસ એક વેળા નજરથી

પાસાં અમે ફેંકી દીધા માથે જગતનો નાથ છે
પાસાં અમે ફેંકી દીધા માથે જગતનો નાથ છે
હવે હારીએ કે જીતીએ બાજી તમારે હાથ છે
બાજી તમારે હાથ છે
બસ એક વેળા નજરથી ટકરાય જો તારી નજર
બસ એક વેળા નજરથી

આ સૃષ્ટિમાં આ વૃષ્ટિમાં આ દ્રષ્ટિમાં મુજ પ્રીત છે
આ સૃષ્ટિમાં આ વૃષ્ટિમાં આ દ્રષ્ટિમાં મુજ પ્રીત છે
જાણ્યા છતાં રહેવું અજાણ્યું સનમ તારી રીત છે
બસ એક વેળા નજરથી ટકરાય જો તારી નજર
બસ એક વેળા નજરથી

અગર ઈતબાર આવે તો જીગરના તાર જોડી દે
અગર ઈતબાર આવે તો જીગરના તાર જોડી દે
નહિતર રહેમને ખાતર જીવનનો દોર તોડી દે
જીવનનો દોર તોડી દે અરે
બસ એક વેળા નજરથી ટકરાય જો તારી નજર
બસ એક વેળા નજરથી

– ધીરુબેન પટેલ

સ્વર : યેશુદાસ
સ્વરાંકન : રવિ

ચિત્રપટઃ ઘેર ઘેર માટીના ચુલા (૧૯૭૭)

સૌજન્ય :
https://www.mavjibhai.com/MadhurGeeto/039_Busekwela.htm
ગિરીશ પ્રકાશ UK

આંખોનો ભેદ

Comments Off on આંખોનો ભેદ

 

 

આંખોનો   ભેદ   આખરે   ખુલ્લો   થઇ  ગયો.
બોલ્યા  વિના  જ   હું  બધે  પડઘો  થઇ  ગયો.

આ  એ   જ   અંધકાર   છે  કે  જેનો  ડર  હતો.
આંખોને  ખોલતાં  જ   એ  તડકો   થઇ  ગયો.

જળને  તો  માત્ર  જાણ  છે,  તૃપ્તિ  થવા  વિષે.
મૃગજળને   પૂછ  કેમ    હું  તરસ્યો  થઇ  ગયો.

તારી કૃપાથી તો  થયો કેવળ  બરફનો  પહાડ
મારી    તરસના   તાપથી  દરિયો   થઇ  ગયો.

મસ્તી   વધી    ગઇ  તો    વિરક્તિ   થઇ  ગઇ
ઘેરો   થયો   ગુલાલ   તો   ભગવો   થઇ  ગયો.

– જવાહર બક્ષી

સ્વર :આલાપ દેસાઈ
સ્વરાંકકન :આલાપ દેસાઈ
આલ્બમ : ગઝલ રુહાની

સૌજન્ય : પ્રણય વસાવડા

હંસલા હાલો રે હવે

Comments Off on હંસલા હાલો રે હવે

 

 

હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
મોતીડા નહીં રે મળે … હંસલા હાલો રે

ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો
વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલાનો માર
દીવડો નહીં રે બળે … હંસલા હાલો રે

વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે
કાયા ભલે રે બળે, માટી માટીને મળે
પ્રીતડી નહીં રે બળે … હંસલા હાલો રે

– મનુભાઇ ગઢવી

સ્વર:લતા મંગેશકર

દુનિયા બની પ્રભુની ચોર

Comments Off on દુનિયા બની પ્રભુની ચોર

 

 

દુનિયા બની પ્રભુની ચોર
જાણે સઘળું નંદકિશોર !

ધન ચોરે, કોઈ મન ચોરે કોઈ ધર્મની ચોરી કરતા
નામ પુણ્યનું કામ પાપનું એકબીજાને ઠગતા
સૂરજનું અજવાળું એને છે અંધારું ઘોર!
દુનિયા…

સહુ સહુના સ્વારથમાં રમતા સહુસહુને છેતરતા
હું સમજું છું, પ્રભુ ન સમજે એ સમજણમાં રમતા
નાથ જગતનો હિસાબ લેવા જાગે આઠે પ્હોર!
દુનિયા…

-રઘુનાથ બ્રહ્મભટ્ટ

સ્વરઃ પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

સૌજન્ય : પૌલોમી ચેતન શાહ સુરત

Older Entries Newer Entries

@Amit Trivedi