ગુંજો ગુંજો રે તંબુરાના તાર

Comments Off on ગુંજો ગુંજો રે તંબુરાના તાર

ગુંજો ગુંજો રે તંબુરાના તાર,
હજુ મારા હરિના ઉઘડ્યા રે નથી દ્વાર.
હશે કોઈ ચૂક મારા કરતુતમાં એવી,
એ છેટુ પડે રે લગાર,

હજુ મારા હરિના ઉઘડ્યા રે નથી દ્વાર.


આથમતા દિનનું અજવાળું ઢળતું,
કાયાનું કોડિયું ને રાત્યું સળગતું,
માથે ગઠરિયાનો ભાર,

હજુ મારા હરિના ઉઘડ્યા રે નથી દ્વાર.


ગુંજો ગુંજો રે તંબુરાના તાર,
હજુ મારા હરિના ઉઘડ્યા રે નથી દ્વાર.

સ્વર: ચિત્રા શરદ અને કલાવૃંદ
(શચિ ગ્રુપ)
સંગીત: દીપેશ દેસાઈ

હંસલા હાલો રે હવે

Comments Off on હંસલા હાલો રે હવે

 

 
 

સંજય રાઠોડ સુરત

હંસલા હાલો રે હવે,
મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી
આશા જુઠી રે બંધાણી

ધીમે ધીમ એ પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો

વાયરો વારો રે ભેંકાર
માથે મેહુલાનો માર
દીવડો નહીં રે બળે

વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે

કાયા ભલે રે બળે
માટી માટીને મળે
પ્રીતડી નહીં રે બળે

-મનુભાઇ ગઢવી

સ્વર : હેમા દેસાઈ
સ્વરાંકનઃ કલ્યાણજી – આનંદજી
સૌજન્ય : સંજય રાઠોડ સુરત

સામાંય ધસી જઈએં

Comments Off on સામાંય ધસી જઈએં

સામાંય ધસી જઈએં , આઘાંય ખસી જઇએં,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ.

આમેય વિતવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇએં.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇએં.

આ ફીણ તરંગોનાં, છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇએં.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇએં.

-રાજેન્દ્ર શુક્લ

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ

વરસોની સાધનાનું આ ફળ

Comments Off on વરસોની સાધનાનું આ ફળ

વર્ષોની સાધનાનું આ ફળ મને મળ્યું છે.
હું ફૂલ થઇ ગયો છું, ઝાંકળ મને મળ્યું છે.

તમને મળ્યું છે આખું આકાશ તો મુબારક.
વરસાદથી છલોછલ વાદળ મને મળ્યું છે.

દરિયાને આપણે તો વહેંચ્યો છે સરખે ભાગે,
તમને મળ્યા છે મોતી ને જળ મને મળ્યું છે.

આ પ્રેમનો અનુભવ કામ આવશે જીનભર,
તમને વફા મળી છે ને છળ મને મળ્યું છે.

રણમાં હું દોડી દોડી હાંફી ગયો ને અંતે,
આંખોમાં આ તમારી મૃગજળ મને મળ્યું છે.

-શૌનક જોષી

સ્વર: શૌનક પંડયા
સ્વરાંકન : શૌનક પંડયા

સૌજન્ય : સંજય રાઠોડ સુરત

પત્રો અને પત્રો અને પત્રો…

Comments Off on પત્રો અને પત્રો અને પત્રો…

પત્રો અને પત્રો અને પત્રોની આ નૌકા
ફૂલો ભરી નીકળ્યો છું ને સંભળાય છે ટૌકા
ડાબે અને જમણે છે સમય કેરા બે કાંઠા
સેતુરૂપે તું પત્રને મૂકી રહી તરતા
જળ ક્યાં છે હવે જળ? જળ ક્યાં છે હવે જળ !
છે સુગંધો તણો દરિયો, તણો દરિયો
તું જળમાં વહેતા મૂકે, આ પત્રના દીવા…

-ભગવતીકુમાર શર્મા

સ્વર : ભદ્રાયુ ધોળકિયા
સ્વરાંકન : ભદ્રાયુ ધોળકિયા
સૌજન્ય : સંજય રાઠોડ સુરત

Older Entries Newer Entries

@Amit Trivedi